Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

અરે વાહ... વડિલોની ‘સંભાળ' માટે નવીનતમ યોજના

સપ્‍ટેમ્‍બરમાં શરૂ થશે ‘પીએમ સ્‍પેશ્‍યિલ' યોજનાઃ વૃધ્‍ધોને ઘેરબેઠા મળશે મદદ-સારવાર-દેખરેખ : વૃધ્‍ધોની દેખરેખ કરી શકે તેવા ૧ લાખ લોકોની ભરતી થશેઃ અઠવાડિયામાં શરૂ થશે ટ્રેનિગ

નવી દિલ્‍હી, તા.૬: કેન્‍દ્ર સરકાર વૃધ્‍ધોને પોષાય તેવા દરે ઘર આંગણે મેડીકલ સુવિધા મળી રહે તેવા ઉદેશથી એક નવી યોજના ‘પી એમ સ્‍પેશ્‍યલ' લોંચ કરવા જઇ રહી હોવાનું માહિતગાર લોકોએ કહ્યુ છે.

કેન્‍દ્ર આગામી ત્રણ વર્ષના ૧,૦૦,૦૦૦ ગેરીઆટ્રીક કેર ગીવર્સને પ્રશિક્ષિત કરવાનુ આયોજન કરી રહ્યુ છે. ગેરીયા ટ્રીક કેર ગીવર્સને પ્રશિક્ષિત કરવાનુ આયોજન કરી રહ્યુ છે. ગેરીયાટ્રેક કેર એટલે વાર્ધકયને લગતી વૃધ્‍ધો માટેની સારવાર.

કેન્‍દ્રનુ સામાજીક ન્‍યાય અને વિકાસ મંત્રાલય એક અઠવાડીયામાં આવો ટ્રેનીંગ પ્રોગ્રામ શરૂ કરી શકે છે જયારે સામાન્‍ય પબ્‍લીક જેના દ્વારા આ યોજનાનો લાભ લઇ શકે તેવુ પોર્ટલ સપ્‍ટેમ્‍બરમાં લોંચ થશે તેમ મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ હતું.

સામાજીક ન્‍યાય અને વિકાસ મંત્રાલયના સચિવ આર સુબ્રમણ્‍યમે કહ્યુ કે હજુ સુધી જરૂરીયાત જેટલા ગેરીયાટ્રીક પ્રોફેશનલ્‍સ મળી નથી શકયા. કાં તો તેઓ યોગ્‍ય રીતે પ્રશિક્ષિત નથી અથવા તો પ્રોફેશનલી ટ્રેઇન્‍ડ નથી અને તેના કારણે જરૂરીયાતવાળા લોકોને યોગ્‍ય સારવાર ના મળી શકે. આ ઉપરાંત આ પ્રકારની સેવાઓ બહુ મોંઘી થઇ ગઇ છે. પણ અમે આ ચાર્જીસ પોષાય તેવા રાખીશુ.

સુબ્રમણ્‍યમે વધુમાં કહ્યું કે અત્‍યારે જો કોઇ વ્‍યકિતને પોતાના ઘેર ગેરીયાટ્રીક કેરગીવરની જરૂર હોય તો તેમણે ઘણી બધી ચેનલો થ્રુ જવુ પડે છે. ઘણીવાર આવા લોકો યોગ્‍ય રીતે પ્રશિક્ષીત નથી હોતા અને તેનો ચાર્જ પણ મોંઘો હોય છે. પણ અમે વ્‍યસ્‍થિત ટ્રેનીંગ પ્રોગ્રામ લાવી રહ્યા છીએ જે આરોગ્‍ય મંત્રાલય દ્વારા મંજૂર કરાયો છે. ટ્રેનીંગ નિષ્‍ણાંતો દ્વારા આપવામાં આવશે.

સુબ્રમણ્‍યમે કહ્યું કે ધોરણ ૧૨ પાસ કરેલ કોઇ પણ વ્‍યકિત આ યોજન હેઠળ ટ્રેનીંગ લઇ શકશે. ઓછામાં ઓછા ૧૦ હજાર એસસી, એસટી અને અન્‍ય પછાત લોકોને આ ટ્રેનીંગ મફતમાં અપાશે. તેમણે કહ્યું કે ટ્રેનીંગ લીધેલ લોકોનો ડેટા પોર્ટલ પર અપલોડ કરાશે અને ગેરીયાટ્રીક કેર ગીવરની જરૂરીયાત હોય તેવા લોકો લોગ ઇન કરીને તેમની ઉપલબ્‍ધતા જોઇ શકશે. આ એક પ્રકારે ગેરીયાટ્રીક કેર માટેનું ઇલેકટ્રોનીક માર્કેટ બનશે.

મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે આ યોજનાથી ભારતમાં ગેરીયા ટ્રીક કેર સેવાઓના ભાવો નીચા આવશે. પણ તેના કરતા વધુ અગત્‍યનું એ છે કે વૃધ્‍ધોને કવોલીટીવાળી સુવિધા મળશે. આ સ્‍કીમથી લગભગ એક લાખ લોકોને રોજગારી મળશે.

(10:22 am IST)