Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

‘નૂપુર શર્માનું માથું વાઢનારને મારું ઘર આપીશ' એવું કહેનાર અજમેર દરગાહના ખાદિમની ધરપકડ

ખાદિમે ભાજપના પૂર્વ પ્રવક્‍તા નુપુર શર્મા વિરુદ્ધ ઉશ્‍કેરણીજનક નિવેદન આપ્‍યું હતું

અજમેર, તા.૬: અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્‍તીની આખરે ધરપકડ કરવામાં આવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્‍તા નુપુર શર્મા વિરુદ્ધ ઉશ્‍કેરણીજનક નિવેદન આપ્‍યું હતું. અજમેર દરગાહના ખાદિમનો વીડિયો વાયરલ થયા બાદ તેની ટીકા થઈ રહી હતી.

અધિક પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્‍યું કે સલમાન ચિશ્‍તીની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.

સલમાન ચિશ્‍તી દરગાહ પોલીસ સ્‍ટેશનનો હિસ્‍ટ્રીશીટર પણ છે, તે વીડિયોમાં નૂપુર શર્માનું શિરચ્‍છેદ કરનારાઓને પોતાનું ઘર આપવાની વાત કરતો જોવા મળ્‍યો હતો.

ખાદિમ સલમાન ચિશ્‍તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કન્‍હૈયાલાલની હત્‍યા પહેલા ઉદયપુરમાં ટેલર કન્‍હૈયાલાલના હત્‍યારા રિયાઝ મોહમ્‍મદ અને ગૌસ મોહમ્‍મદે તૈયાર કરેલા વીડિયો જેવો જ છે. લગભગ બે મિનિટ અને પચાસ સેકન્‍ડના આ વિડિયોમાં સલમાન ચિશ્‍તી ખુલ્લેઆમ નૂપુર શર્માને તેની ધાર્મિક લાગણીઓને ટાંકીને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.

વીડિયોમાં સલમાન ચિશ્‍તી કહે છે કે, ઁસમય સરખો નથી, નહીં તો તે બોલતો નથી, હું મારી માતાની શપથ લેઉ છું જેણે મને બનાવ્‍યો છે, મેં તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત, હું મારા બાળકોની કસમ ખાઉં છું, મેં તેને પણ ગોળી મારી દીધી હોત. આજે હું છાતી ઠોકીને કહું છું, જે કોઈ નુપુર શર્માની ગરદન લાવશે, હું તેને મારું ઘર આપી દઈશ અને રસ્‍તામાં નીકળી જઈશ, યે વચન હૈ સલમાન.

અગાઉ રાજસ્‍થાનના ઉદયપુરમાં નુપુર શર્માના નિવેદનને સમર્થન આપતી પોસ્‍ટ કરવા બદલ છોકરાના ટેલર પિતાની નિર્દયતાથી હત્‍યા કરવામાં આવી હતી. ટેલર કન્‍હૈયા લાલની હત્‍યા કરનાર આરોપી રિયાઝ અને ગૌસ મોહમ્‍મદે હત્‍યા કર્યા બાદ પણ વીડિયો બનાવીને ધમકી આપી હતી. આ નિર્દય હત્‍યા બાદ સમગ્ર દેશમાં ગુસ્‍સાનું વાતાવરણ છે. આ બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે

(10:23 am IST)