Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેશમાં ૧૦ માંથી ૭ મહિલાઓ તેમના પતિ સાથે છેતરપિંડી કરે છે

સંશોધનમાં પતિપત્‍નીના સંબંધો વચ્‍ચે ચોંકાવનારા તારણો સામે આવ્‍યા

નવી દિલ્‍હી,તા. ૬ : ડેટિંગ એપ ગ્‍લીડને તાજેતરમાં પરિણીત મહિલાઓ અને પુરૂષો કે જેઓ લગ્નેતર સંબંધો ધરાવે છે, અને શા માટે મહિલાઓ આ સંબંધમાં સામેલ થાય છે તેના પર એક સર્વે કર્યો હતો. ડેટિંગ એપ દ્વારા ભારતની પરિણીત મહિલાઓ શા માટે તેમના પતિ સાથે છેતરપિંડી કરે છે, તે કારણોને જાણવાનો પ્રયાસ કરાયો. આ સંશોધનમાં પતિપત્‍નીના સંબંધો વચ્‍ચે ચોંકાવનારા તારણો સામે આવ્‍યા છે. આ અનેક સવાલોમાંથી એકનો ખૂબ જ ચોંકાવનારૂ તારણ બહાર આવ્‍યું છે. તે દાવો કરે છે કે દેશમાં ૧૦માંથી ૭ મહિલાઓ તેમના પતિ સાથે છેતરપિંડી કરે છે, કારણ કે તેઓ ઘરના કામમાં યોગદાન નથી આપતા! આવો નજર કરીએ સર્વે રિપોર્ટમાં બહાર આવેલા તથ્‍યો પર.

એક ડેટિંગ એપ્‍લિકેશનના ફક્‍ત ભારતમાં અડધા મિલિયન કરતાં વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ ધરાવે છે. અને વિશ્વભરમાં લગભગ ૫ મિલિયન એટલે કે પચાસલાખથી વધુ વપરાશકર્તાઓ છે. જેમાં મોટાભાગના પરિણીત લોકો આ એપ સાથે જોડાયેલા છે.

સર્વે રિપોર્ટમાં સામે આવેલા આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં ૧૦માંથી ૭ મહિલાઓ લગ્નેતર સંબંધોમાં સામેલ છે. એટલે કે લગ્ન પછી તેના પતિ સિવાય અન્‍ય પુરૂષો સાથે પણ તેના સંબંધો છે. તે કહે છે કે લગ્ન એકવિધ બની ગયા છે, તેથી બીજા સાથે સંબંધ બાંધ્‍યા.

રસપ્રદ વાત એ છે કે આ સંશોધનમાં જાણવા મળ્‍યું છે કે મુંબઈ, દિલ્‍હી અને કોલકાતા જેવા મેટ્રોપોલિટન શહેરોમાં તેમના પતિ સાથે છેતરપિંડી કરનાર મહિલાઓની સંખ્‍યા સૌથી વધુ છે.

આવી મહિલાઓનું કહેવું છે કે તેમના પતિ ઘરના રોજબરોજના કામકાજમાં મદદ કરતા નથી, જેના કારણે તેઓ તેમનાથી કંટાળી જાય છે.

આ ડેટિંગ એપ વર્ષ ૨૦૧૭માં ભારતમાં લોન્‍ચ થયી હતી. આ કંપની મેનેજમેન્‍ટ અનુસાર, લગભગ ૩૦ ટકા યુઝર્સ ૩૪-૪૯ વર્ષની ઉંમરની મહિલાઓ છે. આ વયજૂથની મહિલાઓ મોટાભાગે લગ્નેતર સંબંધોમાં સામેલ હોય છે.

તે જ સમયે, લગભગ ૭૭ ટકા પરિણીત મહિલાઓએ સ્‍વીકાર્યું કે તેઓએ તેમના જીવનસાથી સાથે છેતરપિંડી કરી કારણ કે તેમના લગ્નજીવન એકધારું બની રહ્યું હતું, અને લગ્નેત્તર સંબંધોથી તેમને તેમના જીવનમાં ફરી રોમાંચ ઉમેરાયું હતું.

જો કે, અડધા મિલિયન વપરાશકર્તાઓમાંથી, ૨૦ ટકા પુરુષો અને ૧૩ ટકા સ્ત્રીઓએ સ્‍વીકાર્યું કે તેઓ તેમના સાથીદાર સાથે છેતરપિંડી કરી રહ્યા છે.જેમાં, લગભગ ૪૮ ટકા ભારતીય મહિલાઓ લગ્નેતર સંબંધોમાં સામેલ છે.

મહિલાઓનો જણાવે છે કે, આ ડેટિંગ એપ પર કોઈ નવા વ્‍યક્‍તિને મળવાનું પસંદ કર્યું, કારણ કે અહીંયા, તેઓ સુરક્ષા અને ગુપ્તતા અનુભવે છે. જે તેમના લગ્નેતર સંબંધ રાખવાનું એક કારણ છે.

આ સંશોધનમાં સજાતીય સંબંધોની વધતી સંખ્‍યા વિશે પણ વાત કરવામાં આવી છે. તેઓને તેમના સંબંધીઓ દ્વારા પરંપરાગત લગ્ન માટે દબાણ કરવામાં આવતું, હવે તેઓ એપ્‍લિકેશનની મદદથી તેમના માટે સમલૈંગિક ભાગીદારોને શોધી રહ્યા છે. આમાં લેસ્‍બિયન અને ગે બંનેનો સમાવેશ થાય છે.

નિષ્‍ણાતોના મતે સર્વેમાં ભારતમાં આવેલા આંકડા ચોંકાવનારા છે. તે માત્ર પાંચ લાખ લોકો પર કરવામાં આવેલા સર્વે પર આધારિત છે, જયારે દેશની વસ્‍તી ૧૩૩ કરોડથી વધુ છે. અને આ ડેટિંગ એપ પર ઘણી સ્ત્રીઓ નથી. 

(10:25 am IST)