Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઝી હિન્દુસ્તાનના એન્કર રોહિત રંજને છત્તીસગઢ પોલીસની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી : રાહુલ ગાંધી વિષે ખોટા સમાચાર પ્રસારિત કરવા બદલ છત્તીસગઢ પોલીસ ધરપકડ કરવા માંગતી હોવાની રજુઆત : આવતીકાલે સુનાવણી

ન્યુદિલ્હી : ઝી હિન્દુસ્તાનના એન્કર રોહિત રંજને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચેનલના ખોટા પ્રસારણના સંબંધમાં છત્તીસગઢ પોલીસની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જે.કે. મહેશ્વરીની વેકેશન બેંચ સમક્ષ આ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે આવતીકાલે અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી.

રંજન વતી હાજર થયેલા વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે, "નોઈડા પોલીસે ગઈ કાલે રોહિત રંજનની ધરપકડ કરી હતી અને તેને જામીન પર છોડવામાં આવ્યા હતા. તેણે તેના એક શોમાં ભૂલ કરી હતી. જે મુજબ ઝી ન્યૂઝે એક ન્યૂઝ પીસ બહાર પાડ્યો હતો જેમાં આરોપ લગાવાયો હતો કે રાહુલ ગાંધીએ  ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ તેજીની હત્યા માફ કરવી જોઈએ તેવું કહ્યું હતું. હકીકતમાં ગાંધીએ કેરળના વાયનાડ મત વિસ્તારમાં તેમની ઓફિસમાં તોડફોડ કરનારાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ઉદયપુરના હત્યારાઓનો નહીં.જે બદલ
હવે છત્તીસગઢ પોલીસ તેની ધરપકડ કરવા માંગે છે."

જોકે બાદમાં ચેનલે માફી માંગી હતી. તેમ છતાં છત્તીસગઢ પોલીસ તેની ધરપકડ કરવા ગઈકાલે સવારે 5.30 વાગ્યે તેના નિવાસસ્થાને આવી હતી . તેના પર જામીનપાત્ર ગુનાઓ માટે આરોપ મૂકવામાં આવ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)