Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

*આવતા ૨૪ થી ૭૨ કલાક કચ્છમાં ભારે વરસાદની હવામાન તંત્રની આગાહી

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટયું: સ્થિતિ વણસી: અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા

હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ કુલ્લુમાં બુધવારે વાદળ ફાટવાને કારણે મણિકરણ ખીણમાં અચાનક ભારે પૂર આવ્યું હતું.  જેના કારણે અનેક ગામોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા.  વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે.

આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ થી ૭૨ કલાક દરમિયાન ગુજરાતના કચ્છ ઉપરાંત  મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત સહિત છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, જમ્મુમાં ભારે વરસાદની સંભાવના છે. 

દક્ષિણથી ઉત્તર સુધીના સમગ્ર ભારતમાં ચોમાસાના વરસાદથી ક્યાંક લોકોને રાહત મળી રહી છે તો ક્યાંક ભયજનક સ્થિતિ છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર આ સપ્તાહે દેશની રાજધાનીમાં જોરદાર વરસાદની સંભાવના છે.  તે જ સમયે, મુંબઈના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ છે.

(12:01 pm IST)