Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કેન્દ્રએ કેજરીવાલ સરકાર પાસે દિલ્હીમાં 53 મંદિરો તોડી પાડવાની પરવાનગી માંગી : રામ, કૃષ્ણ, દુર્ગા,અને સાઈબાબાના મંદિરો તોડવા માટે મંજૂરી માંગતો પત્ર લખ્યો : આમ આદમી પાર્ટીની સરકારે વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પસાર કર્યો

ન્યુદિલ્હી : દિલ્હી એસેમ્બલીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાજધાનીમાં 53 મંદિરોને તોડી પાડવાની મંજૂરી માગતા દિલ્હી સરકારને મોકલેલા પત્ર સામે નિંદાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અને પાર્ટીના ચીફ વ્હીપ દિલીપ પાંડેએ ગૃહમાં નિંદાની દરખાસ્ત રજૂ કરી હતી.ભાજપ પર કટાક્ષ કરતા પાંડેએ કહ્યું કે કેન્દ્રની માંગ ભગવા પાર્ટીના દંભને છતો કરે છે. તેમણે દાવો કર્યો હતો કે રામ, કૃષ્ણ, દુર્ગાના મંદિરોને તોડી પાડવાની માગણી કરવામાં આવી હતી.તેવું
એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)