Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ડેન્‍ગ્‍યુ-ચિકનગુનિયાનો હવે સફાયોઃ તેને ભગાડવા ‘ખાસ મચ્‍છરો' તૈયાર

ICMR-VCRCના સંશોધકોએ એડીસ એપ્‍ટીસની બે પ્રજાતિઓ વિકસાવી છે

નવી દિલ્‍હી, તા.૬: વરસાદની ઋતુ આવતાની સાથે જ દરેકને ડેન્‍ગ્‍યુની બીક લાગવા લાગે છે. પરંતુ હવે ટૂંક સમયમાં લોકોને ખતરનાક ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયાથી રાહત મળવા જઈ રહી છે. વાસ્‍તવમાં વૈજ્ઞાનિકોએ એવો ‘સ્‍પેશિયલ મચ્‍છર' તૈયાર કર્યો છે જે ડેન્‍ગ્‍યુ ફેલાવતા મચ્‍છરોને ખતમ કરી દેશે. ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આવી ખાસ માદા મચ્‍છર તૈયાર કરી છે. જેમાંથી જન્‍મેલા લાર્વામાં તેમના વાયરસ હશે નહીં.

ICMR-VCRCના ડિરેક્‍ટર ડો. અશ્વની કુમારે સમાચાર એજન્‍સી ખ્‍ફત્‍ને જણાવ્‍યું કે વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારનો મચ્‍છર વિકસાવ્‍યો છે જે ધીમે ધીમે ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયાને ખતમ કરશે. તેમણે કહ્યું, અમે એવા માદા મચ્‍છરોને છોડી દઈશું જે નર મચ્‍છરના સંપર્કમાં આવશે અને એવા લાર્વા પેદા કરશે, જેમાં આ વાયરસ હશે નહીં. અમે મચ્‍છર અને ઈંડા તૈયાર કર્યા છે અને ગમે ત્‍યારે છોડાવી શકીએ છીએ.

ICMR-VCRCના સંશોધકોએ Aedes aptis ની બે પ્રજાતિઓ વિકસાવી છે. આ બંને પ્રજાતિઓ ડેન્‍ગ્‍યુને નાબૂદ કરશે. જણાવી દઈએ કે આ વર્ષે ભારત સરકારે ડેન્‍ગ્‍યુનો સામનો કરવા માટે DNDI (Drugs for Neglected Diseases Initiative-(DNDI) ઈન્‍ડિયા ફાઉન્‍ડેશન) સાથે જોડાણ કર્યું છે. હાલમાં ડેન્‍ગ્‍યુ સામે લડવા માટે કોઈ દવા નથી.

ડેન્‍ગ્‍યુના લક્ષણોઃ ભારતમાં, આ રોગ વરસાદની મોસમમાં ઝડપથી ફેલાય છે. આમાં તાવ, બેચેની, ઉલ્‍ટી અને શરીરનો તીવ્ર દુખાવો શરૂ થાય છે. દર્દીઓમાં બ્‍લડ પ્‍લેટલેટ્‍સ ઝડપથી ઘટવા લાગે છે. કેટલીકવાર દર્દીમાં આંતરિક રક્‍તસ્રાવ શરૂ થાય છે. આવી સ્‍થિતિમાં ઘણા અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આખરે દર્દીનું પણ મળત્‍યુ થાય છે. ઉત્તર ભારતમાં ડેન્‍ગ્‍યુના કેસ ખૂબ વધારે છે. આ વર્ષે રાષ્‍ટ્રીય રાજધાનીમાં અત્‍યાર સુધીમાં ડેન્‍ગ્‍યુના ૧૫૦ કેસ નોંધાયા છે. દિલ્‍હીમાં જાન્‍યુઆરીમાં ડેન્‍ગ્‍યુના ૨૩, ફેબ્રુઆરીમાં ૧૬, માર્ચમાં ૨૨, એપ્રિલમાં ૨૦ અને મેમાં ૩૦ કેસ નોંધાયા હતા. જ્‍યારે ૧૧ જૂન સુધી ૧૫ કેસ નોંધાયા હતા.

(4:20 pm IST)