Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઇંગ્‍લેન્‍ડની મહિલાએ બે ફુટ લાંબા બાળકને જન્‍મ આપ્‍યો

લંડન, તા.૬: ઇંગ્‍લૅન્‍ડના બકિંગહૅમશરમાં રહેતી ૨૭ વર્ષની મહિલાએ ૨૫ માર્ચે સિઝેરિયન દ્વારા ઝેગ્રિસ નામના બાળકને જન્‍મ આપ્‍યો હતો, જે જન્‍મ્‍યો ત્‍યારે જ બે ફુટ લાંબો હતો અને તેનું વજન ૫.૬૯ કિલો હોવાથી ડૉક્‍ટરો અવાક્‌ થઈ ગયા હતા. જોકે સિઝેરિયન પહેલાં જ માતાને ખબર પડી ગઈ હતી કે તેનું બાળક કદમાં મોટું છે, પણ આટલું મોટું હશે એની કલ્‍પના તેણે કરી નહોતી. એમી તથા તેના પતિ બન્ને ૬ ફુટની ઊંચાઈ ધરાવે છે, પરંતુ ડૉક્‍ટરોની અપેક્ષા કરતાં પણ તેમનો દીકરો વધુ લાંબો હતો. બાળકને ખેંચવા માટે ડૉક્‍ટરે વધુ એક વ્‍યક્‍તિની મદદ લેવી પડી હતી. વળી વજનકાંટામાં પણ તે સમાઈ શકયો નહોતો. તેને વજનકાંટામાં મૂકવા માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવી પડી હતી. ત્રણ મહિનાના બાળકને ફિટ થાય એવાં કપડાં દંપતી લાવ્‍યું હતું, પરંતુ એ પણ નાનાં પડ્‍યાં હતાં. પરિણામે ૬થી ૯ મહિનાના બાળકને ફિટ થાય એવાં કપડાં લાવવાં પડ્‍યાં હતાં. બે મહિના થતાં હવે તેનું વજન ૬.૬૯ કિલો થયું છે. તેના પપ્‍પાને લાગે છે કે મોટો થઈને તેમનો દીકરો રગ્‍બીનો ખેલાડી બનશે.

(4:51 pm IST)