Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ : મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માટે ઓરેન્જ એલર્ટ જાહેર

IMD એ 7-8 જુલાઈ માટે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ ચેતવણી: ભારે વરસાદની આગાહી પાલઘર, રાયગઢ અને રત્નાગિરી માટે 8 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર :NDRFની ટીમો તૈનાત

મુંબઈ : મહારાષ્ટ્રમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને ટ્રાફિક અને જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભારે વરસાદને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઘણી રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

IMDએ કહ્યું કે, આગામી સાત દિવસ સુધી વરસાદની સંભાવના છે. મુંબઈમાં આજે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ છે. રેલવે ટ્રેક સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રેનો અને વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે.

 

(7:41 pm IST)