Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ટ્વિટર દ્વારા કાલી ફિલ્મ નિર્માતાની પોસ્ટ પર પ્રતિબંધ

ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટરને લઈને વિવાદ : હિન્દુઓએ લીના ઉપર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને કાર્યવાહીની માંગ કરી

નવી દિલ્હી, તા.૬ : ડોક્યુમેન્ટરી ફિલ્મ 'કાલી'ના પોસ્ટરને લઈને વિવાદ ચાલુ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરએ કાલી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની પોસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં તેણે કાલીનું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં માતા કાલીને સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. આ સાથે તેના એક હાથમાં એલજીબીટી સમુદાયનો રંગબેરંગી ધ્વજ પણ દેખાઈ રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની છે.

હિન્દુ સંગઠનો આ ડોક્યુમેન્ટરી ફિલ્મનો સતત વિરોધ કરી રહ્યા છે. હિન્દુઓએ લીના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને કાર્યવાહીની માંગ કરી છે.

કાલી ફિલ્મના પોસ્ટર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અનેક રાજ્યોમાં હ્લૈંઇ નોંધવામાં આવી છે. દિલ્હી, યુપી અને મુંબઈમાં આ ફિલ્મના પોસ્ટરને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

સાથે જ કાલી ફિલ્મના પોસ્ટરને કેનેડિયન મ્યુઝિયમ દ્વારા બતાવવામાં આવ્યું હતું. તેણે હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને માફી માંગી હતી.

 

(8:10 pm IST)