Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કાલી ફિલ્મ દર્શાવનારા કેનેડાના મ્યુઝિયમે માફી માગી

કાલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો પોસ્ટર વિવાદ : મ્યુઝિયમે માન્યું છે કે તેમણે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારી ફિલ્મનું પ્રદર્શન કર્યું છે જે ખોટું છે

મુંબઈ, તા.૬ :  કાલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો પોસ્ટર વિવાદ સતત નવા વળાંક લઈ રહ્યો છે. દરરોજ આ મામલે નવી અપડેટ સામે આવી રહી છે. ફિલ્મ મેકર લીના મણિમેકલાઈ તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કર્યા બાદથી જ આની પર ખૂબ વિવાદ થઈ રહ્યો છે. જેમાં હિંદુ દેવીને સિગારેટ પીતા અને હાથમાં એલજીબીટીનો ધ્વજ લીધેલા બતાવવામાં આવ્યા છે.સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ બાદ આ મુદ્દો દેશના જુદા-જુદા રાજ્યોમાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ મેકર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. હવે આ મામલે કેનેડાના મ્યુઝિયમે પણ મોટુ પગલુ ઉઠાવ્યુ છે. કાલી પોસ્ટર વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ફિલ્મ નિર્માતા નિર્દેશક લીના મણિમેકલાઈએ ભલે અત્યાર સુધી પોસ્ટરને મુદ્દે માફી ના માગી, પરંતુ કેનેડાના જે મ્યુઝિયમમાં આ ફિલ્મ બતાવાઈ હતી, તે મ્યુઝિયમે માફી માગી છે.  કેનેડાના ટોરંટો શહેરના આગા ખાં મ્યુઝિયમમાં આ ડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી. હવે આ મ્યુઝિયમે માન્યુ છે કે તેમણે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારી ફિલ્મનુ પ્રદર્શન કર્યુ છે જે ખોટુ છે. આગા ખાં મ્યુઝિયમે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અમને ખેદ છે કે અંડર ધ ટેંટ પ્રોજેક્ટ હેઠળ મ્યુઝિયમમાં પ્રસ્તુત ૧૮ શોર્ટ વીડિયો તરફથી સોશિયલ મીડિયા પર જારી પોસ્ટે હિંદુ અને અન્ય ધાર્મિક સમુદાયોને અજાણતા અપમાનિત કર્યા છે. એવામાં ફિલ્મનુ મ્યુઝિયમમાં પ્રસ્તુતીકરણ કરવામાં આવશે નહીં.

મ્યુઝિયમ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સંગ્રહાલયનુ મિશન કલાના માધ્યમથી અલગ-અલગ સંસ્કૃતિઓ વચ્ચે સમજ અને સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ ધાર્મિક અભિવ્યક્તિઓ અને આસ્થા સમુદાયોનુ સન્માન તે મિશનનુ એક અભિન્ન અંગ છે. મ્યુઝિયમમાં હવે ફિલ્મનુ પ્રદર્શન કરવામાં આવશે નહીં.

(8:11 pm IST)