Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગોમાંસ અને જીવતા પશુઓનો કબ્જો ધરાવતા આરોપીઓ સામેની કાર્યવાહી રદ કરવાનો અલ્હાબાદ હાઇકોર્ટનો ઇનકાર : કતલખાનું ચલાવવાના લાયસન્સ વિના ગૌમાંસ તથા 16 જીવતા પશુઓ રાખવાના ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને ફરિયાદ રદ કરવા લાયક નથી

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં કતલખાનું ચલાવવાના લાયસન્સ વિના ગૌમાંસ તથા 16 જીવતા પશુઓ રાખવાના આરોપીઓને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. [પરવેઝ અહમદ વિરુદ્ધ યુપી રાજ્ય] હતો.

અરજદારો સામે પ્રથમ દ્રષ્ટીએ કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ગંભીર આરોપો હોવાને ધ્યાનમાં રાખીને, કોર્ટે તારણ કાઢ્યું હતું કે કાર્યવાહીને રદ કરવા માટે કોઈ આધાર બનાવવામાં આવ્યો નથી.

હાલના કિસ્સામાં, અરજદારોએ એફએસએલના અહેવાલને રેકોર્ડ પર લાવીને બચાવ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રથમ માહિતી અહેવાલમાં માત્ર ગાયના માંસની વસૂલાત જ નહીં પરંતુ અન્ય ગુનાહિત સામગ્રી સાથે 16 જીવંત પશુઓનો સ્ટોક પણ જાહેર કરવામાં આવ્યો હતો.તેવું  સિંગલ-જજનું અવલોકન હતું.

આ મુદ્દો વિચારણા માટે ઉભો થયો જ્યારે હાજર અરજદારો સહિત દસ વ્યક્તિઓ સામે ગૌમાંસ અને જીવતા પશુઓ રાખવાની ફરિયાદ નોંધવામાં આવી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:52 pm IST)