Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

નાગરિકોની સેવાઓ અને ઉત્પાદનો વિકસાવવા સરકાર દ્વારા ભાશિની પ્રોજેક્ટ શરૂ કરાયો

ભાશિની પ્રોજેક્ટ વિવિધ પ્રદેશોના નાગરિકોને વિવિધ ભાષાઓ બોલવામાં સક્ષમ બનાવશે : વડાપ્રધાન

નવી દિલ્લી તા.04 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સનાં મધ્યમથી જોડાઈ અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરાયું હતું. અને વડાપ્રધાન દ્વારા જણાવાયું હતું કે, કે ભાશિની પ્રોજેક્ટ ભારતના ડેટા પાવર અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે અને ભારતીય નાગરિકાને વિવિધ ભાષાઓ બોલવામાં સક્ષમ કરશે.

વડાપ્રધા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાગરિકો વિવિધ પ્રદેશો એકબીજા સાથે સરળતાથી વાતચીત કરવા માટે વિવિધ ભાષાઓ બોલે છે. નવી શિક્ષણ નીતિ ભાષાઓ પર ભાર મૂકે છે અને સરકાર રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન પર કામ કરી રહી છે અને ભાસિની પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “બૌદ્ધિક જગ્યા શા માટે કોઈ ચોક્કસ પ્રદેશ અથવા ભાષા સુધી મર્યાદિત હોવી જોઈએ? જ્ઞાન સમગ્ર ભારતમાં વહેંચવામાં આવે તે જરૂરી છે. NEPમાં અમે ભાષાઓ પર ભાર મૂક્યો છે. જેને લઈ અમે રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન પર પણ કામ કરી રહ્યા છીએ.”

“ભાશિની પ્રોજેક્ટ અમારા ડેટા પાવર અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે. તે વિવિધ પ્રદેશોના નાગરિકોને વિવિધ ભાષાઓ બોલવામાં સક્ષમ બનાવશે,” તેમ વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે, ભાશિનીનો ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અન્ય ઉભરતી ટેક્નોલોજીની શક્તિનો ઉપયોગ કરીને નાગરિકો માટે સેવાઓ અને ઉત્પાદનો વિકસાવવા ભાષાઓ માટે રાષ્ટ્રીય જાહેર ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને 4 જુલાઈના રોજ ‘ડિજિટલ ઈન્ડિયા ભાશિની’ લોન્ચ કરી છે. તે ભારતીય ભાષાઓમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે જેમાં વૉઇસ આધારિત ઍક્સેસ અને ભારતીય ભાષાઓમાં સામગ્રીના નિર્માણમાં મદદનો સમાવેશ થાય છે. ડિજિટલ ઈન્ડિયા ભાશિની ભાષાદાન નામની ક્રાઉડસોર્સિંગ પહેલ દ્વારા આ ડેટાસેટ્સ જનરેટ કરવા માટે મોટા પાયે નાગરિક જોડાણને સક્ષમ કરશે. તેમજ આસામમાં આવેલા પૂરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો આ મુશ્કેલ પરિસ્થિતિને હળવી કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.

(10:41 pm IST)