Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

' હરિ ઓમ હરિ ઓમ ' : અમેરિકાના લોસ એંજલસમાં ચિન્મય મિશનના ઉપક્રમે 24 જુલાઈ 2021 ના રોજ ' ગુરૂ પૂર્ણિમા ' ઉત્સવ ઉજવાયો : નવા આચાર્ય બ્રહ્મચારી વિભુ ચૈતન્યને આવકારાયા

કેલિફોર્નિયા : અમેરિકાના લોસ એંજલસમાં ટુસ્ટિન કેલિફોર્નિયા ચિન્મય મિશનના ઉપક્રમે 24 જુલાઈ 2021 ના રોજ ' ગુરૂ પૂર્ણિમા ' ઉત્સવ ઉજવાઈ ગયો. જે અંતર્ગત નવા આચાર્ય બ્રહ્મચારી વિભુ ચૈતન્યને આવકારવામાં આવ્યા હતા.

કોવિદ -19 રોગચાળાની શરૂઆત પછીની આ પ્રથમ ખુલ્લી ઉજવણી હતી. જેમાં ભાવિકો સોશિઅલ ડિસ્ટન્સ સાથે અને માસ્ક પહેરીને જોવામાં આવ્યા હતા.

આ તકે સવારે ભારતીય ફિલોસોફીના પ્રણેતા વેદ વ્યાસની પૂજા કરાઈ હતી.જેનું નેતૃત્વ  વિભુજી દ્વારા કરવામાં આવ્યું હતું . અને સભ્યો દ્વારા પૂજા વિધિનું  સંચાલન કરવામાં આવ્યું હતું.

સીએમએલએના મુખ્ય આચાર્ય સ્વામી ઈશ્વરાનંદે, નવા બ્રહ્મચારીનું સ્વાગત કર્યું હતું તથા નવા વિચારો તેમજ ઉર્જા માટે યુવાનોના મહત્વ વિષે જણાવ્યું હતું. પ્રાચીન શાસ્ત્રોનું શિક્ષણ, યુવા દિમાગ સુધી પહોંચાડવા માટે સમય મુજબ સંપર્કમાં રહેવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. તથા ઉમેર્યું હતું કે બ્રહ્મચારી વિભુ  ત્રિનિદાદની ચિન્મય શાળામાં ભણાવવાનો અનુભવ ધરાવે છે.

ઉત્સવની ઉજવણીના અંતે હરિ ઓમ હરિ ઓમ નાદ સાથે કીર્તન ગવાયું હતું..બાદમાં ભાવિકોએ નવનિર્મિત ધ્યાન કુટિર ની મુલાકાત લીધી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:08 am IST)