Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ભારતીય સીમાએ ચીનનું શક્તિ પ્રદર્શન : પ્રથમ વખત બુલેટ ટ્રેનમાં મોકલ્યા સૈનિક

'પીપલ્સ લિબરેશન આર્મી'માં નવી ભરતી થયેલા જવાનોને 4,500 મીટરની ઉંચાઈ પર એક અભ્યાસ વિસ્તારમાં લઇ જવામાં આવ્યા

સરહદ પર તણાવ વચ્ચે ચીને ભારતની સરહદ પર પ્રથમ વખત બુલેટ ટ્રેન મારફતે સૈનિક મોકલી શક્તિ પ્રદર્શન કર્યું. અંદાજે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી આ બુલેટ ટ્રેન તિબ્બતની રાજધાની લ્હાસાથી સૈનિકોને લઇ નિંગચી શહેર પહોંચી, જે ભારતના અરુણાચલ પ્રદેશની સરહદ નજીક છે.

ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ મુજબ નવ નિર્મિત લ્હાસા-નિંગચી રેલવે દ્વારા 'પીપલ્સ લિબરેશન આર્મી'માં નવી ભરતી થયેલા જવાનોને 4,500 મીટરની ઉંચાઈ પર એક અભ્યાસ વિસ્તારમાં લઇ જવામાં આવ્યા. પીએલએ સાથે સંબંધિત એક વેબસાઇટ મુજબ આ પ્રથમ વખત છે, જ્યારે લ્હાસા-નિંગચી બુલેટ રેલવે દ્વારા સેનાના જવાનોને લઇ જવામાં આવ્યા હોય. નિંગચી શહેર ભારતના અરુણાચલ પ્રદેશની સરહદ પાસે સ્થિત છે અને ચીન માટે વ્યૂહરચનાત્મક તરીકે મહત્વપૂર્ણ છે.

ચીને તાજેતરમાં જ તિબ્બતના દૂરના પર્વતિય વિસ્તારમાં સંપૂર્ણ રીતે વીજળીથી સંચાલિત બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થયુ હતુ, જે પ્રાંતીય રાજધાની લ્હાસા અને નિયાંગચીને જોડે છે. સિચુઆન-તિબેટ રેલવેના 435.5 કિલોમીટર લાંબા લ્હાસા-ન્યાંગચી વિભાગનું શાસન શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)ના શતાબ્દી સમારોહ પહેલા 1 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)