Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

બર્નાર્ડ આર્નોલ્ટ બન્યા પૃથ્વી પરના સૌથી શ્રીમંત વ્યકિત

આર્નોલ્ટની નેટ સંપત્તિનો આંક છે ૧૯૫.૮ અબજ ડોલર જ્યારે બેઝોસની સંપતિ છે ૧૯૨.૬ અબજ ડોલર

ન્યુયોર્ક,તા. ૬ : એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે પૃથ્વી પરના સૌથી ધનવાન વ્યકિત રહ્યા નથી. એમનુ સ્થાન લીધુ છેે ફ્રાન્સની લકઝરી ગુડ્સની મલ્ટીનેશનલ કંપની LVMHના ચેરમેન અને સીઇઓ બર્નાર્ડ આર્નોલ્ટે. એમેઝોન કંપનીનો શેર ૭.૬ ટકા ગબડતાં બેઝોસની નેટ સંપતિમાં એક જ દિવસમાં ૧૩.૯ અબજ ડોલરનો ઘટાડો થઇ ગયો છે. સીએનબીસી ચેનલના જણાવ્યાનુસાર આર્નોલ્ટની નેટ સંપત્તિનો આંક છે ૧૯૫.૮ અબજ ડોલર જ્યારે બેઝોસની સંપતિ છે ૧૯૨.૬ અબજ ડોલર.

આર્નોલ્ટ પેરિસસ્થિત કંપની મોઇ હેનેસી લુઇ વીટોન, જે LVMH તરીકે વધારે જાણીતી છે. તેના ચેરમેન ઉપરાંત અગ્રગણ્ય       ઇન્વેસ્ટર છે. અને કલાત્મક ચીજવસ્તુઓના સંગ્રાહક તરીકે પણ જાણીતા છે. LVMH કંપનીમાં એમનો ૪૭.૫ ટકા હિસ્સો છે. જેનું માર્કેટ કેપિટલાઇઝેશન ૪૦૦ અબર ડોલર છે. ફેન્ડી, શુવોન્સી, ક્રિસ્ટીઆન ડીઓ જેવી ફેશન કંપનીઓની માલિક પણ LVMH છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે અનેક ક્ષેત્રોને મોટા પાયે આર્થિક નુકસાન ગયું છે. ત્યારે LVMH કંપનીએ એશિયા, અમેરિકામાં ખૂબ વેચાણ હાંસલ કર્યું છે. એનાથી આર્નોલ્ટનો નફો ખૂબ વધી ગયો છે. ગયા વર્ષે અમેની સંપતિમાં લગભગ ૧૦૦ અબર ડોલરનો વધારો થયો હતો. ક્રિસ્ટીઆન ડીઓમાં એમનો હિસ્સો ૯૫.૬ ટકા છે. અને LVMHનો ૪૧ ટકા હિસ્સો ક્રિસ્ટીઆન ડીઓ પાસે છે.

(10:11 am IST)