Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોરોનાનો વૈશ્વિક આંકડો ચિંતાજનક : કુલ કેસ ૨૦ કરોડને પાર : કુલ મૃત્યુઆંક ૪૨ લાખને પાર

ગયા સપ્તાહે મૃત્યુના દરમાં ૮ ટકાનો ઘટાડો : WHO

નવી દિલ્હી તા. ૬ : વિશ્વભરમાં કોરોના રોકેટ ગતિએ આગળ વધ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે સૌથી વધુ સંક્રમક માટે મનાતો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ભારત સહિત ૧૩૫ દેશોમાં મળ્યો છે. બીજી બાજુ ગયા સપ્તાહે ૨૬ જુલાઈથી એક ઓગસ્ટ વચ્ચે વિશ્વભરમાં ૪૦ લાખ નવા દર્દી નોંધાયા છે.

WHOએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તેજીથી વધારો થઇ રહ્યો છે. WHOના મહાનિદેશક ટ્રેડરોસએડહાનોમ ઘેબ્રેસસે જણાવ્યું કે પૂર્વી ભૂમધ્યસાગર ૩૭ ટકા અને પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રોમાં કોરોના સૌથી વધુ ૩૩ ટકા કેસ મળી રહ્યા છે. આ જ પ્રકારે દક્ષિણ પૂર્વ એશિયામાં સંક્રમણના મામલે નવ ટકાનો ઘટાડો થયો છે. WHOએ ચેતવણી આપી છે કે સંક્ર્મણની ગતિ આ પ્રકારે રહી તો આવતા સપ્તાહે વિશ્વભરમાં કુલ દર્દીઓનો આંકડો ૨૧ કરોડને પાર પહોંચી ગયો છે.બીજી બાજુ મોતનો આંકડો વધીને ૪૨ લાખથી વધુ થઇ ગયા છે. આંકડાના જણાવ્યા મુજબ, અમેરિકામાં સંક્રમણના કેસમાં નવ ટકાનો વધારો થયો છે. ગયા સપ્તાહે ૫,૪૩,૪૨૦ કેસ નોંધાયા છે. ભારતમાં પણ ૭ ટકાનો વધારો થયો છે. અને ૨.૮૩ લાખથી વધુ દર્દી નોંધાયા છે.

WHO મુજબ, ગયા સપ્તાહે મૃત્યુદરમાં આઠ ટકાનો ઘટાડો થયો છે. ગયા સપ્તાહે વિશ્વભરમાં ૬૪ હજાર કોરોના દર્દીના મોત થયા છે. જોકે પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રોઅને પૂર્વી ભૂમધ્યસાગરમાં મૃત્યુ દરમાં૪૮ અને ૩૧ ટકાનો વધારો થયો છે. ગયા સપ્તાહે ઇન્ડોનેશિયામાં સૌથી વધુ ૧૨,૪૪૪ દર્દીઓની દર્દીના મોત થયા છે. આ મૃત્યુદરમાં ૨૮ ટકાનો વધારો થયો છે.

(11:13 am IST)