Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

બિરલાના રાજીનામાથી વોડાફોન-આઇડિયાને ગઇ રૂ. ૨૭૦૦ કરોડની ખોટ

મુંબઇ,તા. ૬ : વોડાફોન -આઇડિયાને માથે એક તો રૂ. ૫૦,૦૦૦ કરોડથી વધારેનું એવરેજ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) દેવું ચડેલું છે અને એવામાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ કંપનીના બોર્ડ પરથી નોન-એકિઝકયુટિવ ડાયરેટર અને નોન-એકિઝકયુટિવ ચેરમેન પદેથી રાજીનામુ આપતાં કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૨૭૦૦ કરોડ ધોવાણ થઇ ગયું છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન બિરલાએ કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને પોતાનો રાજીનામાનો પત્ર ગયા જૂન મહિનામાં આપ્યો હતો. જે હવે જાહેર થયો છે. વોડાફોન આઇડિયાએ સમર્થન આપ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર્સે બિરલાનું રાજીનામું સ્વીકારી લીધુ છે. વોડાફોન-આઇડિયાએ આની જાણકારી શેરબજારને પણ કરી દીધી છે. કંપનીએ જો કે રાજીનામુ આપવામાં બિરલાના નિર્ણયનું કારણ જણાવ્યું નથી.

બિરલાની આઇડિયા સેલ્યુલર કંપનીના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેકટર અને સીઇઓ વોડાફોન આઇડિયા લિમિટેડના નવા ચેરમેન બનશે. બિરલાના રાજીનામાને કારણે કંપનીનો શેર આજે સોદાઓના ત્રણ સત્રમાં જ ૪૦ ટકા જેટલો તૂટ્યો હતો. વોડાફોન આઇડિયાના ૨૭ કરોડ જેટલા વાયરલેસ ગ્રાહકો છે.

(10:13 am IST)