Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રસી લેનારાને પણ ઝપટમાં લેશે

આવી રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટનો પણ 'બાપ'

અમેરિકામાં જે રીતે હાલમાં વાયરસ ફેલાઈ રહ્યો છે તે શિયાળામાં ખતરનાક અને ઘાતક રૂપ લઈ શકે છેઃ ડો. ફોસીએ આ ચેતવણી આપી

નવી દિલ્હી, તા.૬: ભારતમાં પહેલી વાર મળેલો કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ નવા રૂપમાં તબાહી મચાવી શકે છે. અમેરિકાના વરિષ્ઠ સંક્રામક રોગ વિશેષજ્ઞ અને અમેરિકી સરકારના કોવિડ સલાહકાર ડો. એન્થની ફોસીએ કેપિટલ સીનેટમાં સમિતિને કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટથી પણ દ્યાતક વેરિઅન્ટ જલ્દી આવી શકે છે. 

તેઓએ કહ્યું કે અમેરિકામાં હજુ વાયરસ ફેલાઈ રહ્યો છે. આ સમયે તે શિયાળામાં દ્યાતક અને ખતરનાક બની શકે છે. તેઓએ ચેતવણી આપી છે કે નવો વેરિઅન્ટ વેકિસનેશનને પણ પાછળ રાખી દેશે. જો સમયસર વેકિસનેશન પૂરું નહીં કરાય તો નવો વેરિઅન્ટ ભયાનક રૂપ લાવી શકે છે. 

ડો. ફોસીએ કહ્યું કે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ ઓછું વેકિસનેશન છે. ઓછી  વેકિસનનો અર્થ છે કે વાયરસની પાસે પોતાનામાં મ્યુટેશન કરવાનો અવસર છે. સંભવ છે કે શિયાળામાં તે એક ઘાતકરૂપની સાથે દસ્તક આપી શકે છે. 

 વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાનો ડેલ્ટા રૂપ દુનિયાના અનેક દેશોને ઝપેટમાં લઈ ચૂકયું છે. વાયરસ જીવનને બચાવવા માટે રૂપ બદલી રહ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ અનેક દેશમા આવી ચૂકયા છે. એવામાં શંકા છે કે શું દુનિયાને ખતરો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી રહેશે?

(11:11 am IST)