Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પહેલવાન બજરંગ પુનિયા સેમીફાઈનલમાં: મેડલથી એક કદમ દૂર

એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઈરાનના મોર્ટેઝા ધિયાસીને ધોબી પછાડ આપીઃ મહાવિજય

નવીદિલ્હીઃ ટોકયો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલના દાવેદાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કવાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી છે. તેણે ૬૫ કિલો વજન કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઈરાનના મોર્ટેઝા ધિયાસીને પછાડીને જીત મેળવી છે.

સેમી-ફાઈનલમાં તેનો મુકાબલો અઝરબૈજાનના હાજી અલીયેવ સામે થશે. આ મેચ આજે જ રમાશે. અલીયેવ ૫૭ કિગ્રામાં રિયો ૨૦૧૬માં બ્રોન્ઝ મેડલ વિજેતા અને ૬૧ કિલોગ્રામમાં ત્રણ વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે. કવાર્ટર ફાઇનલમાં બજરંગ ૧-૦થી પાછળ હતો. આ પછી, બજરંગને છેલ્લી ઘડીએ ૨ પોઇન્ટ મેળવ્યા હતા. પછી તે ઈરાની કુસ્તીબાજને પછાડીને મેચમાંથી બહાર કરી દીધો હતો. તેને વિકટ્રી બાય ફોલ રૂલ દ્વારા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

બજરંગે વિજય સાથે ઓલિમ્પિકની શરૂઆત કરી હતી. તેણે આજે કિર્ગિસ્તાનના એર્નાઝર અકમાતાલીવ પર ટેકનિકલ આધાર પર પ્રિ-કવાર્ટર ફાઇનલ જીતી હતી. એક સમયે બજરંગને કિર્ગિસ્તાનના કુસ્તીબાજ ઉપર ૩-૧ની લીડ મેળવી લીધી હતી. બીજા તબક્કામા, બજરંગે અકમાતાલીવનો પગ પકડીને પછાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજો પણ હાથમાં ન આવવાથી ચૂકી ગયો. છેલ્લી થોડી સેકન્ડમાં અકમાતાલીવે વાપસી કરી અને બે વાર પુનિયાને રિંગની બહાર ૨ પોઇન્ટ મેળવ્યા હતા.

આ પછી સ્કોર ૩-૩ની બરાબરી પર હતો. મેચના અંતે, કોણે એક સાથે સૌથી વધુ પોઇન્ટ મેળવ્યા, ત મુદ્દે મેચનું પરિણામ નક્કી થયું. બજરંગે એક સાથે ૨ પોઇન્ટ મેળવ્યા હતા. તેના આધારે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

(4:07 pm IST)