Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

2012ની સાલમાં ઇન્કમટેક્સ એક્ટમાં કરાયેલો સુધારો પશ્ચાદ અસરથી પાછો ખેચતું બિલ લોકસભામાં રજૂ કરાયું : વોડાફોન, કેઇર્ન એનર્જી સહિત 17 કંપનીઓને રાહત થશે

ન્યુદિલ્હી : નાણાં મંત્રાલયે લોકસભામાં 2012ની સાલમાં ઇન્કમટેક્સ એક્ટમાં કરાયેલો સુધારો પશ્ચાદ અસરથી પાછો ખેચતું બિલ લોકસભામાં રજૂ કર્યું છે. આથી વોડાફોન, કેઇર્ન એનર્જી સહિત 17 કંપનીઓને રાહત થશે .

 2012ની સાલમાં ઇન્કમટેક્સ એક્ટમાં જે સુધારો કરાયો હતો તે મુજબ વિદેશી કંપનીના શેરના બદલામાં 28 મે 2012 પહેલા ટ્રાન્સફર કરાયેલી ભારતમાં આવેલી પ્રોપર્ટીથી થયેલી આવક ઉપર ઇન્કમટેક્સ ભરવાનો થતો હતો.

હવે 2021 ની સાલમાં લોકસભામાં મુકાયેલા બિલ મુજબ વિદેશી કંપનીના શેરના બદલામાં 2012 ની સાલનો ઇન્કમટેક્સ એક્ટનો સુધારો પશ્ચાદભૂ અસરથી પાછો ખેંચાયો છે.આથી 28 મે 2012 પહેલા ટ્રાન્સફર કરાયેલી ભારતમાં આવેલી પ્રોપર્ટીથી થયેલી આવક ઉપર ઇન્કમટેક્સ ભરવો નહીં પડે.

આથી વોડાફોન, કેઇર્ન એનર્જી સહિત 17 કંપનીઓ ઉપર 28 મે 2012 પહેલા ટ્રાન્સફર કરાયેલી ભારતમાં આવેલી પ્રોપર્ટીથી થયેલી આવક ઉપર ઇન્કમટેક્સ વસુલાત માટે કરાયેલો  કેસ પાછો ખેંચાશે.જેની સામે આ કંપનીઓએ કરેલી પિટિશન પાછી ખેંચી લેવાની રહેશે. તથા ભવિષ્યમાં આ માટેનો ખર્ચ ,નુકશાની ,કે વ્યાજ માંગી શકશે નહીં તેવું કબૂલાતનામું રજૂ કરવાનું રહેશે.જેના બદલામાં 2012ની સાલમાં ઇન્કમટેક્સ એક્ટમાં કરાયેલા સુધારાને કારણે તેમની પાસેથી વસુલ કરાયેલો ઇન્કમટેક્સ રિફંડ કરાશે .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:21 am IST)