Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ત્રિમાસીક રિટર્ન ફાઈલ નહિં કરનાર જીએસટી કરદાતાઓનાં ઈ-વે બીલ 15મીથી બ્લોક થશે

જીએસટી નેટવર્ક દ્વારા રીટર્ન ફાઈલ નહિં કરનારા સામે 15 ઓગસ્ટથી કાર્યવાહી કરવાનું જાહેર

નવી દિલ્હી :  જુન 2021 સુધીમાં બે મહિના અથવા જુન 2021 સુધીના ત્રિમાસીક રિટર્ન ફાઈલ નહિં કરનારા જીએસટી કરદાતાઓનાં ઈ-વે બીલ 15 મી ઓગસ્ટથી બ્લોક થવા લાગશે અને તેઓ ઈ-વે બીલ જનરેટ નહી કરી શકે. જીએસટી નેટવર્ક દ્વારા રીટર્ન ફાઈલ નહિં કરનારા સામે 15 ઓગસ્ટથી કાર્યવાહી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે

 . નિષ્ણાતો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારના આ કદમથી ઓગસ્ટમાં જીએસટી વસુલાત વધી શકે છે. કારણ કે સેંકડો પેન્ડીંગ રીટર્ન ધડાધડ ભરાશે અને તે પેટે સરકારને નાણાં મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના કાળને ધ્યાને રાખીને જીએસટી રીટર્ન ફાઈલ ન કરનારા કરદાતાઓનાં ઈ-વે બીલ રોકવાનો નિયમ રદ કર્યો હતો હવે તે ફરી 15મી ઓગસ્ટથી લાગુ થઈ જશે.

(11:35 am IST)