Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

એપલે ભારતમાં નવી મેજિક એકસેસરીઝ ટચ આઇડી સાથે મેજિક કી-બોર્ડ, ન્યૂમેરિક કીપેડ અને મેજિક માઉસ લોન્ચ કર્યું

નવી દિલ્હીઃ તા.૬ : એપલએ એકસેસરીઝ અને પ્રોડકટ્સની સીરિઝની ઘોષણા કરી છે. જેમાં, ટચ આઈ ડી સાથે મેજિક કી-બોર્ડ, ન્યૂમેરિક કીપેડ અને મેજિક માઉસ શામેલ છે. આ મેજિક એકસેસરીઝ સિવાય કંપનીએ પોતાના મેક પ્રો માટે ત્રણ નવા ગ્રાફિક કાર્ડ મોડ્યૂલ રજૂ કર્યા છે.

તાજેતરમાં એપલએ એકસેસરીઝ અને પ્રોડકટ્સની સીરિઝની ઘોષણા કરી છે. જેમાં, ટચ આઈ ડી સાથે મેજિક કી-બોર્ડ, ન્યૂમેરિક કીપેડ અને મેજિક માઉસ શામેલ છે. આ મેજિક એકસેસરીઝ સિવાય કંપનીએ પોતાના મેક પ્રો માટે ત્રણ નવા ગ્રાફિક કાર્ડ મોડ્યૂલ રજૂ કર્યા છે. આ નવા ગ્રાફિક કાર્ડ- Radeon Pro W6800X MPX, Radeon Pro W6800 X Duo MPX અને Radeon Pro W6900X MPX – મેક પ્રોના ગ્રાફિકસ હોર્સપાવરના પર્ફોર્મન્સને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

એપલે કહ્યું કે, તેના તમામ મેજિક એકસેસરીઝ વાયરલેસ અને રિચાર્જેબલ છે. કંપનીએ દાવો કર્યો કે બેટરી બેકઅપનું ફીચર ખૂબ જ સારૂ છે. જે લગભગ એક મહિના સુધી ચાલી શકે છે. મેજિક કી-બોર્ડ સ્પોટલાઈટ, ડિટેકશન, ડૂ નોટ ડિસ્ટર્બ અને ઈમોજી માટે નવી કી આપવામાં આવી છે. કી-બોર્ડમાં તમામ સર્વિસ આપવામાં આવી છે અને લોગિન માટે ટચ આઈડીની સુવિધા પણ આપવામાં આવી છે.

કી-બોર્ડને M1 Mac સાથે કનેકટ કરવામાં આવશે ત્યારે ટચ આઈ ડી કામ કરશે. નવું મેજિક ટ્રેકપેડ એક રિફાઈન્ડ શેપમાં આવે છે અને મેજિક કી-બોર્ડ સંપૂર્ણરૂપે કોમ્પ્લીમેન્ટ કરે છે. આ મલ્ટી ટચ જેસ્ચર અને ફોર્સ ટચ ટેકનિક જેવા હાઈ ફીચરની સુવિધા આપવામાં આવી છે.

નવી મેજિક માઉસની કિંમત રૂ.૭,૫૦૦ છે, જયારે મેજિક ટ્રેક પેડની કિંમત રૂ.૧૨,૫૦૦ છે. રેગ્યુલર મેજિક કી-બોર્ડની કિંમત રૂ.૯,૫૦૦થી શરૂઆત થાય છે. તેનું અપગ્રેડેડ વેરિએન્ટ, ટચ આઈડી સાથે મેજિક કી-બોર્ડની કિંમત રૂ.૧૪,૫૦૦ અને ન્યૂમેરિક કી-બોર્ડની કિંમત રૂ.૧૭,૫૦૦ છે.

એપલે તેના નવા ગ્રાફિક કાર્ડમાં હાઈ પર્ફોર્મન્સ આપવાનો વાયદો કર્યો છે. નવા ગ્રાફિક કાર્ડ DaVinci Resolve સાથે ૨૩ ટકા સુધી હાઈ પર્ફોર્મન્સ અને Octane Xમાં ૮૪ ટકા હાઈ પર્ફોર્મન્સની રજૂઆત કરશે. આ નવા કાર્ડને Octane X, DaVinci Resolve, Cinema 4D અને ફાઈનલ કટ પ્રો જેમ કે, GPU- હેવી એપ્લિકેશન માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. Radeon Pro W6900Xની કિંમત રૂ. ૬,૦૦,૦૦૦ છે, જયારે Radeon Pro W6800 X Duo MPXની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે. બેઝિક વેરિએન્ટ Radeon Pro W6900X MPXની કિંમત રૂ. ૨,૮૦,૦૦૦ છે.

(12:03 pm IST)