Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અશ્લીલ ફિલ્મ કેસમાં શર્લીનને મુંબઇ ક્રાઇમ બ્રાંચે મોકલ્યો સમન્સ

રાજ કુંદ્રા પછી હવે એકટ્રેસ શર્લીન ચોપ્રાની ફરી એકવાર થશે પુછપરછ

નવી દિલ્હી,તા. ૬ : બોલીવુડ શિલ્પા શેટ્ટીના પતિ અને બીઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મ રેકેટના કારણે સતત ચર્ચામાં છે. અશ્લીલ ફિલ્મ કેસમાં રાજ ૧૯ જુલાઇથી જેલમાં છે. આ કેસમાં પોલીસને કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ મળી ગયા છે. તો હવે આ અશ્લીલ કેસમાં બોલીવુડ એકટ્રેસ શર્લીન ચોપ્રાનું નામ પણ સતત ચર્ચામાં છે. શર્લીને રાજ કુંદ્રા પર કેટલાય ગંભીર આક્ષેપો પણ કર્યા છે. શર્લીન સોશ્યલ મીડીયા પર સતત રાજ કુંદ્રા બાબતે કેટલાક ખુલાસાઓ કરતી રહી છે. હવે ક્રાઇમ બ્રાંચ ફરી એક વાર શર્લીન ચોપ્રાની પુછપરછ કરવાની છે. આના માટે પોલીસ દ્વારા આ એકટ્રેસને સમન્સ મોકલી દેવાયો છે.

પોલીસ પહેલા પણ શર્લીનની આ કેસમાં પુછપરછ કરી ચુકી છે. ન્યુઝ એજન્સી એએનઆઇના ટવીટ અનુસાર, મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલે શર્લીન ચોપ્રાને સમન્સ મોકલીને તેને પુછપરછ માટે હાજર થવા કહ્યુ છે. એટલે આજે શર્લીન ચોપ્રાએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શર્લીન ચોપ્રાએ હાલમાં જ રાજ કુંદ્રા પણ ઘણા આક્ષેપો કર્યા છે. તેના કહેવા અનુસાર રાજ કુંદ્રાએ જ તેને એડલ્ટ ફિલ્મોના બીઝનેસમાં ધકેલી છે.

શર્લીનને રાજે જ એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મોમાં કામ કરવા કહ્યું હતું. પહેલા એક રોલ ઓફર કરવામાં આવ્યો પણ પછી એડલ્ટ કન્ટેન્ટ બનાવવાનું કહ્યું હતું. ત્યાર પછી રાજે તેન પોતાની હોટશોટ એપ માટે શુટીંગ કરવા કહ્યું હતું. જો કે શર્લીન ચોપ્રા અનુસાર તેણે આમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

(12:03 pm IST)