Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કેન્દ્રની રાજયોને ચેતવણીઃ શું ફરી લાગશે તહેવારોને કોરોનાનું ગ્રહણ?

તહેવારો પહેલા સાવચેતીનાં પગલા લોઃ લોકો ટોળે વળે તે પહેલા પ્રતિબંધ લાદો

નવી દિલ્હી, તા.૬: ઓગસ્ટ મહિનાથી હવે તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે એકવાર ફરી ગત વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની સીઝનને કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવનાઓ છે. વળી ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજયોને ચેતવણી પણ આપી દીધી છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી આશંકાઓ વચ્ચે હવે કેન્દ્રની સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. બીજી તરફ હવે તહેવારોની સીઝની આવી રહી છે, અને લોકો બેખોફ ફરી રહ્યા છે. જનતા જાણે એવુ સમજી ગઇ છે કે હવે કોરોનાવાયરસ ભારતમાંથી પૂરી રીતેે નષ્ટ થઇ ગયો છે. જો કે આ વાત બિલકૂલ ખોટી છે. આજે પણ કોરોનાનાં દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ થઇ રહ્યા છે. દેશમાં ત્રીજી લહેરની પૂરી આશંકાઓ છે, વળી તહેવારોની સીઝન આવતા કેન્દ્રની મોદી સરકારે દેશનાં તમામ રાજયોને ચેતવણી આપી છે. કેન્દ્રએ રાજયોને કહ્યુ છે કે, તહેવારો આવે તે પહેલા સાવચેતીનાં પગલા લો, લોકો ટોળે વળે તે પહેલા પ્રતિબંધ લાદો.

(12:04 pm IST)