Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

એકલિંગજી મહાદેવના દર્શન કરી મહારાણા પ્રતાપે હલ્દી ઘાટીના યુદ્ઘમાં મુગલોને ધૂળ ચટાડી હતી

મુળભૂત રીતે આ મંદિર રાજ પરિવારનું અંગત મંદિર છે જે જાહેર જનતાને માટે ખુલ્લું મુકવામાં આવેલું છે

અકબરે આંબેરના રાજા માનસિંહની સરદારી નીચે, શાહજાદા સલીમની સાથે, એક વિરાટ સેના પ્રતાપને ઝબ્બે કરવા મોકલી હતી. ગેરીલા યુદ્ઘના માહિર મહારાણા પ્રતાપે હલદીઘાટીની સાંકડી નેળમાં મુઘલ સેનાને ફસાવીને જબરદસ્ત કતલ કરી નાખી અને આ યુદ્ઘની ઘટનાએ પ્રતાપને હિંદુસ્તાનના ઈતિહાસમાં અમર સ્થાન આપ્યું છે. જૂન ૨૧, ૧૫૭૬ ને દિવસે હલદીઘાટીનું યુદ્ઘ શરૂ થયું અને લડાઈ આઠ કલાક ચાલી હતી. બે-ત્રણ તરફ ઊંચા પહાડો છે, વચ્ચે ઘાટી કે ખીણ છે. આ યુધ્ધ પહેલા મહારાણા પ્રતાપે એકલિંગજી મહાદેવના દર્શન કરી પૂજા કરી જીત માટે પ્રાર્થના કરી હતી. હલ્દીઘાટી યુદ્ઘમાં મહારાણા પ્રતાપની પાસે ફકત ૨૦,૦૦૦ સૈનિકો હતાં અને અકબરની પાસે ૮૫,૦૦૦ સૈનિકો. તેમ છતાં મહારાણા પ્રતાપે હાર ન માની અને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતા રહ્યા. અંતે ભગવાન એકલિંગજીએ મહારાણા પ્રતાપની મનોકામના પૂર્ણ કરી હતી.
 

(12:08 pm IST)