Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડોદરા પાસે વટપ્રદ નગરીમાં વસ્યું હતું એકલિંગજી.!?

સુંદર નકશીકામ કરેલા કુલ ૧૦૮ મંદિરો આ મંદિર સંકુલમાં આવેલા છે

આશરે ૪૦૦ વર્ષ પહેલા, બરોડા ઉપખંડથી ૩ કિ.મી. દૂર વટપ્રદ નામનું શહેર હતું. જે ચાર મેદાનોમાં વહેંચાયેલું હતું. જયાં ગડા એકલિંગજી કેદાર વાડી તરીકે પ્રખ્યાત હતા. એક મુઘલ શાસકે બરોડાના વટપ્રદ શહેર પર હુમલો કર્યો અને આખા શહેરનો નાશ કર્યો. મુઘલ શાસકે હુમલો કર્યા પછી ભગવાન શિવે ઉદયપુરના મહારાણાને સ્વપ્નમાં કહ્યું કે હું વાગડની ધરતી પર સુરક્ષિત નથી. મને અહીંથી દૂર સ્થાપિત કરો. જેથી ઉદયપુરના મહારાણાએ એકલિંગપુરામાં શિવ મંદિરની સ્થાપના કરી. ત્યારથી ગડા એકલિંગજીમાં બનેલું મહાદેવ મંદિર ખંડેર બનતું ગયું. બાદમાં ડુંગરપુરના મહા રાવલને ગડા એકલિંગજીમાં સ્થાપિત એકલિંગ મહાદેવ વિશે જાણવા મળ્યું. તેમણે એકલિંગજી મહાદેવની પૂજા કરવાની જવાબદારી દેવ સોમનાથના પૂજારીને સોંપી હતી. જેણે ઘણા વર્ષો સુધી પૂજા કરી હતી. પછી ધીરે ધીરે સોમનાથથી દૂર હોવાને કારણે દેવે નજીકના પૂજારીને સેવાની જવાબદારી આપી.
 

(12:10 pm IST)