Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

એકલિંગજી પર ગ્રંથ લખાયો છે 'એકલિંગી મહાત્મય'

એકલિંગી મહાત્મય રાજસ્થાનના ઇતિહાસ પરનો એક ગ્રંથ છે, જેની રચના 'કાન્હા વ્યાસે' કરી હતી. મેવાડના સિસોદિયા રાજવંશની વંશાવળી કહેનાર આ પુસ્તકના લેખક કાન્હા વ્યાસ મહારાણા કુંભાના દરબારી હતા. કાન્હા વ્યાસની આ કૃતિમાં ૧૫ મી સદીની સામાજિક સંસ્કૃતિનું વર્ણન જોવા મળે છે.

મહારાણા કુંભાના શાસનનું સુંદર વર્ણન 'એકલિંગી માહાત્મ્ય' માં છે. તેમાં ચિત્તોડ અને એકલિંગજીનું વર્ણન છે. આશરે છસો વર્ષ પહેલાં મહારાણા કુંભા સમયે શરૂ કરાયેલ આ ગ્રંથ મહારાણા રાયમલના સમયમાં પૂરો થયો હતો. તેની રચનાનો શ્રેય મહારાણા રાયમલના ગુરૂ ગોપાલ ભટ્ટને જાય છે. તેમાં ૩૨ પ્રકરણો અને આશરે ૩ હજાર શ્લોક છે. જેમાં બાપ્પા રાવલ અને હરિત મુનીના પાત્ર તેમજ કૈલાશપુરીમાં એકલિંગજી શૈવતીર્થ સ્થળ વિશે અધિકૃત માહિતી આપવામાં આવી છે.

(12:11 pm IST)