Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ફ્યુચર રિટેલ કેસમાં એમેઝોનની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો : એમેઝોનની માંગણી મુજબ સિંગાપોર ઇમરજન્સી આર્બિટ્રેટર (EA) એવોર્ડના અમલીકરણને મંજૂરી તથા ફ્યુચર રિટેલ અને રિલાયન્સ વચ્ચેના 24,731 કરોડ રૂપિયાના સોદા પર રોક

ન્યુદિલ્હી : ફ્યુચર રિટેલ કેસમાં આજ શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફ્યુચર રિટેલ અને રિલાયન્સ વચ્ચેનો સોદો અટકાવનાર સિંગાપોર આર્બિટ્રેટર દ્વારા પસાર કરાયેલો કટોકટી પુરસ્કાર ભારતીય કાયદામાં અમલી છે.

આજે સવારે 10.30 વાગ્યે અપાયેલા ચુકાદાની સંપૂર્ણ નકલની રાહ જોવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે એમેઝોની માંગણી મુજબ  સિંગાપોર ઇમરજન્સી આર્બિટ્રેટર (EA) એવોર્ડના અમલીકરણને મંજૂરી આપી છે, જ્યારે ફ્યુચર રિટેલ અને રિલાયન્સ વચ્ચેના 24,731 કરોડ રૂપિયાના સોદા પર રોક લગાવી છે.

સાથોસાથ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેંચના આદેશને માન્ય રાખ્યો છે.  જેણે કટોકટી પુરસ્કારના અમલીકરણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

ન્યાયમૂર્તિ આરએફ નરીમન અને બીઆર ગવઇની ખંડપીઠે 29 જુલાઇએ  સુનાવણી હાથ ધરી હતી. બાદમાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)