Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી, સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત છે : શાહરુખ ખાન

બૉલીવુડના કિંગ શાહરુખે ટ્વીટ કરીને ખેલાડીઓનો ઉત્સાહ પોતાના અંદાજમાં વધાર્યો

મુંબઈ :ભારતીય પુરુષ હૉકી ટીમે ગુરુવારે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. એવામાં તમામની નજર ભારતીય મહિલા હૉકી ટીમ પર હતી ભલે ભારતીય મહિલા હૉકી ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ખેલાડીઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં શાહરુખ ખામ સામેલ થઇ ગયા છે

ભારતીય હૉકી મહિલા ટીમની હાર બાદ બૉલીવુડના કિંગ શાહરુખે ટ્વીટ કરીને ખેલાડીઓનો ઉત્સાહ પોતાના અંદાજમાં વધાર્યો છે. શાહરુખ ખાને ટ્વીટ કરીને લખ્યુ કે દિલ તૂટયુ!!! પણ માથુ ઉંચુ રાખવાના તમામ કારણ છે. ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી. સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત છે.

શાહરુખ ખાનની ટ્વીટ ફેન્સ વચ્ચે છવાઇ ગઇ છે. સાથે જ એક્ટરની આ પોસ્ટ પર લાઇક અને કમેન્ટ્સ કરવામાં આવી રહ્યા છે. શાહરુખની આ પોસ્ટ પર ફેન્સ તેમની ફિલ્મ 'ચક દે ઇન્ડિયા' ને યાદ કરી રહ્યા છે.

(12:33 pm IST)