Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પહેલવાન રવિ કુમારને અભિનંદન આપ્યા

 નવી દિલ્હીઃ  કુસ્તીબાજ રવિની જીત બાદ તરત જ પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમે ટ્વિટ કરીને લખ્યું કે રવિ કુમાર દહિયા એક મહાન કુસ્તીબાજ છે. તેની લડાઈ (રમત) ભાવના અને દ્રતા ઉત્તમ છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. ભારતને તેની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. ટ્વીટના થોડા સમય બાદ પીએમએ રવિ સાથે ફોન પર વાત કરી. આ સિવાય તેમના કોચ અનિલ માન સાથે વાત કરીને તેમની મહેનતની પણ પ્રશંસા કરી. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દહિયાને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે સમગ્ર રાષ્ટ્રને રવિ દહિયા પર ગર્વ છે, જેમણે ટોક્યો ૨૦૨૦ માં કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પાછા આવ્યા અને તેમને જીતી લીધા. સાચા ચેમ્પિયનની જેમ, તમે પણ તમારી આંતરિક શકિત પ્રદર્શિત કરી. અનુકરણીય જીત અને ભારતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન.

(12:47 pm IST)