Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રિલાયન્સ બી.પી. મોબિલિટી લિમિટેડે સ્વિગી સાથેની ભાગીદારીમાં ઇલેકટ્રીકલ વ્હિકલ માટેની પ્રતિબધ્ધતાની જાહેરાત

ગ્રીન પુશઃ રિલાયન્સ બી.પી. મોબિલિટી લિમિટેડ ભારતમાં ફૂડ ડિલિવરી માટે ઇલેકટ્રીક વ્હિકલનો ઉપયોગ અપનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવશે : સ્વિગી સાથે કરાર કરી લાસ્ટ-માઇલ અને ફૂડ ડિલિવરીમાં ઇલેકિટ્રક ટુ-વ્હિલરના ઉપયોગ અપનાવવાને પ્રોત્સાહન આપશેઃ RBMLના 'જિયો-બી.પી. બેટરી સ્વેપિંગ સ્ટેશન્સ'નો એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર સપોર્ટ માટે ઉપયોગ કરાશે : આગામી પાંચ વર્ષમાં જિયો-બી.પી.નો તેના રિટેલ આઉટલેટ્સ પર હજારો બેટરી સ્વેપ સ્ટેશન્સનું વિતરણ નેટવર્ક તૈયાર કરવાનો લક્ષ્યાંક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : મજબૂત ઇલેકિટ્રક વ્હિકલ (EV) ઇકોસિસ્ટમ તૈયાર કરવાના પ્રયાસમાં સહિયારું યોગદાન આપવામાં રિલાયન્સ બી.પી. મોબિલિટી લિમિટેડ (RBML) અને સ્વિગી દ્વારા આજે ભારતના સૌથી મોટા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મની ડિલિવરી ફિલટમાં ઇલેકિટ્રક વ્હિકલ્સના ઉપયોગની ટ્રાયલ શરૂ કરી તેની સંખ્યા વધારવા માટેની પ્રતિબદ્ઘતા જાહેર કરવામાં આવી છે. આ સહભાગિતાનો હેતુ એ છે કે બેટરી-ઓપરેટેડ ઇલેકિટ્રક વ્હિકલ્સના ઉપયોગને પ્રોત્સાહન મળે, જેમાં ઇલેકિટ્રક ટુ-વ્હિલર્સને અપનાવવાની પ્રક્રિયાને જિયો-બી.પી.ના બેટરી સ્વેપ સ્ટેશન્સના વિશાળ નેટવર્કની અને સ્વિગીના ડિલિવરી પાર્ટનર્સના નેટવર્કની મદદ મળી રહેશે.

ઉદ્યોગજગતના બે અગ્રણીઓ વચ્ચેની સહભાગિતાનો મુખ્ય હેતુ એ છે કે બંને પક્ષની ક્ષમતા, પહોંચ અને ટેકનોલોજીની તાકાતનું સંયોજન કરીને ઇનોવેટિવ બિઝનેસ મોડેલ્સ થકી ડિલિવરી ફિલટ્સ માટે પર્યાવરણ રક્ષક અને પોસાય તેવી કિંમતનું સોલ્યૂશન પૂરું પાડવામાં આવે. ય્ગ્પ્ન્ સ્વિગીના સહયોગથી અનેક જગ્યાએ જિયો-બી.પી. બેટરી સ્વેપિંગ સ્ટેશન્સ સ્થાપશે અને સ્વિગીના ડિલિવરી પાર્ટનર્સ તથા સ્વિગીના સ્ટાફને બેટરી સ્વેપિંગ અંગેની કામગીરી માટે તમામ પ્રકારની ટેકનિકલ સહાય અને તાલીમ પૂરી પાડશે.

રિલાયન્સ બી.પી. મોબિલિટી લિમિટેડના ચીફ એકિઝકયુટિવ ઓફિસર શ્રી હરિશ સી. મહેતાએ કહ્યું હતું કે, 'ભારત સરકારના ઇલેકિટ્રક મોબિલિટી માટેના વિઝનમાં યોગદાન આપવાના હેતુ સાથે RBMLએ ઇ-મોબિલિટી સેવા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે અને દેશમાં ઇલેકિટ્રક વ્હિકલ્સ અપનાવવાની ગતિ ઝડપી બનાવવામાં મદદરૂપ સાબિત થાય તેવી ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે અમે પ્રતિબદ્ઘ છે. ઇલેકિટ્રફિકેશનમાં બી.પી.ના વિશ્વકક્ષાના અનુભવોમાંથી શ્રેષ્ઠત્તમ અનુભવોનો ઉપયોગ કરીને RBML ઇલેકિટ્રક વ્હિકલના ચાર્જિંગ હબ્સ અને બેટરી સ્વેપિંગ સ્ટેશન્સ સહિતની મજબૂત અને ટકાઉ માળખાગત સુવિધાઓ વિકસાવશે જે તમામ સ્ટેકહોલ્ડર્સને ડિજિટલ સેવાઓ આપશે. સ્વિગી સાથેના અમારા જોડાણમાં દેશની ડિલિવરી અને ટ્રાન્સપોર્ટેશન કંપનીઓને EV અપનાવવાની કામગીરી ઝડપી બનાવવા અને આ ક્ષેત્રે નવો ચીલો ચાતરવામાં મદદરૂપ થવાની ક્ષમતા છે. અમને સ્વિગી તથા તેમના ડિલિવરી પાર્ટનર્સમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમને અમારા વિશાળ બેટરી સ્વેપિંગ સ્ટેશન્સના નેટવર્કનો મહત્ત્।મ ફાયદો થશે.'

સ્વિગીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર શ્રીહર્ષા મજેટીએ કહ્યું હતું કે, 'વેપારનો વિકાસ તેના તમામ સ્ટેકહોલ્ડર્સના હિતમાં, સમુદાયના કલ્યાણમાં અને પર્યાવરણ પર ન્યુનતમ અસર કરે તેવો હોવો જોઈએ. સ્વિગીની ફિલટ દર મહિને લાખો ઓર્ડર્સ ડિલિવર કરે છે અને પાર્ટનર્સ દરરોજ ૮૦-૧૦૦ કિલોમીટર્સની આવન-જાવન કરે છે. જયારે અમે અમારા ગ્રાહકોને વિશેષ અનુકૂળતા પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છીએ ત્યારે અમારી કાર્યપ્રણાલિના કારણે પર્યાવરણ પર થતી અસરો પ્રત્યે પણ એટલા જ સભાન છીએ અને અમારી સફર નિરંતર ચાલતી રહે તે માટે જરૂરી પગલાં પણ લઈએ છીએ. ઇલેકિટ્રક વ્હિકલને અપનાવવાનું પગલું આ દિશામાં મહત્વનું બની રહેશે. આ પગલું પર્યાવરણ પર હકારાત્મક અસર તો કરશે જ સાથે સાથે અમારા ડિલિવરી પાર્ટનર્સને વધુ કમાણી કરવા માટે સશકત બનાવશે.'

સમગ્ર દેશમાં બેટરી સ્વેપિંગ સ્ટેશન્સનું ભારતનું સૌથી વિશાળ નેટવર્ક તૈયાર કરવાના વિઝન સાથે, RBML ઇલેકિટ્રક વ્હિકલ વેલ્યૂ ચેઇનના તમામ સ્ટેકહોલ્ડર્સના હિતમાં એક ઇકોસિસ્ટમ તૈયાર કરવા જઈ રહ્યું છે. ભારતમાં ડિલિવરી અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રની કંપનીઓ ઝડપથી ઇલેકિટ્રક વ્હિકલ અપનાવતી થાય અને આ ક્ષેત્રે ક્રાંતિ આવે એ પ્રક્રિયામાં સ્વિગી સાથે કંપનીનું આ જોડાણ મહત્વનું સાબિત થશે. રોડ ઉપર મહત્તમ સફર આપી શકે તે માટેની હાઇ-પર્ફોર્મન્સ બેટરીઓ માટે સ્વેપિંગ ગણતરીની મિનિટોમાં કરી શકાય છે, બે અને ત્રણ પૈડાના વાહનો માટે બેટરી સ્વેપિંગ ખૂબ જ આદર્શ ઉકેલ છે, ખાસ કરીને લાસ્ટ-માઇલ ડિલિવરીમાં મૂકવામાં આવેલા વાહનો માટે. જિયો-બી.પી. દ્વારા તેના રિટેલ આઉટલેટ્સ પર આગામી પાંચ વર્ષ દરમિયાન તેના હજારો બેટરી સ્વેપિંગ સ્ટેશન્સ સ્થાપવાનો લક્ષ્યાંક ધરાવે છે, આ ઉપરાંત સમગ્ર દેશમાં મોટા રહેણાક અને વ્યાપારી સંકુલોમાં, મોલ્સમાં, હોટેલ્સમાં, બિઝનેસ પાકર્સમાં, આઇટી હબ્સમાં અને પાર્કિંગમાં પણ સ્વેપિંગ સ્ટેશન્સ સ્થાપશે. લાસ્ટ માઇલ ડિલિવરી અને પેસેન્જર સેગમેન્ટમાં બેટરી સ્વેપિંગ અગ્રણી ભૂમિકા નિભાવશે.

ઇન્ટિગ્રેટેડ ઇવી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્લેયર તરીકે જિયો-બી.પી. કાર (B2B ફિલટ અને B2C સેગમેન્ટ) અને બસ સેગમેન્ટ માટે EV ફિકસ્ડ ચાર્જિંગ સ્ટેશન્સ તૈયાર કરવા માટે અગ્રણી OEMs, ટેકનોલોજી અને પ્લેટફોર્મ્સ પ્લેયર્સ સાથે સહભાગિતા કરી રહ્યું છે. આ સ્ટેશન્સ નજીકના ભવિષ્યમાં શહેરી વિસ્તારોમાં જોવા મળશે. ઇલેકિટ્રફિકેશનમાં બી.પી.ના વિશ્વકક્ષાના અનુભવોનો જિયો-બી.પી.ને લાભ મળશે અને તેનો ભારતીય બજારમાં ગ્રાહકોને ખુશ કરે તેવો અલાયદો અનુભવ તૈયાર કરવામાં અમલી બનાવશે.

(12:50 pm IST)