Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

દેશના સામાજિક જીવનની અવગણના કરીને લિવ-ઇન રિલેશનને મંજૂરી આપી શકાય નહીં : પરણિત મહિલા તેના પતિના ઘેર રહેવાને બદલે અન્ય પુરુષ સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હોવાથી પતિથી રક્ષણ માગ્યું હતું : અલાહાબાદ હાઇકોર્ટે પરણિત મહિલાની અરજી ફગાવી 5000 રૂપિયાનો દંડ કર્યો

અલ્હાબાદ : પતિના ઘેર રહેવાને બદલે મિત્ર સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી પરિણીત મહિલાની સુરક્ષા અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી હતી . અને અરજદારને 5000 રૂપિયાનો દંડ પણ કર્યો હતો.

ન્યાયમૂર્તિ ડો.કૌશલ જયેન્દ્ર ઠાકર અને  સુભાષ ચંદની ડિવિઝન બેંચે પરણિત મહિલાના મિત્ર સાથેના લિવ-ઇન સંબંધને ગેરકાયદેસર ગણાવ્યો હતો. તથા આ સંબંધને પોલીસની સુરક્ષા પૂરી પાડવાની સૂચના આપવાનું કામ પરોક્ષ રીતે ગેરકાયદે સંબંધો માટે અમારી સંમતિ તરીકે ગણી શકાય.તેમ જણાવ્યું હતું.તેમજ ઉમેર્યું હતું કે દેશના સામાજિક જીવનની અવગણના કરીને લિવ-ઇન રિલેશનને મંજૂરી આપી શકાય નહીં .

ઉલ્લેખનીય છે કે પરિણીત મહિલાએ અલ્હાબાદ હાઇકોર્ટમાં સુરક્ષા અરજી દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તે તેના લિવ-ઇન પાર્ટનર સાથે રહેતી હોવાથી તેનો પતિ (પ્રતિવાદી નંબર 4) તેમના શાંતિપૂર્ણ જીવનને જોખમમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેથી તેની સામે રક્ષણ માગ્યું હતું.

આથી નામદાર કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી સાથે મહિલાની અરજી ફગાવી 5 હજાર રૂપિયા દંડ કર્યો હતો તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)