Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ભારતને જલ્દી મળી શકે છે સિંગલ ડોઝ કોરોના વેકિસન

જોનસન એન્ડ જોનસન કંપનીએ ઇમર્જન્સી યુઝ માટે માગી મંજૂરી

નવી દિલ્હી, તા.૬: અમેરિકાની ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસન દ્વારા ભારતમાં વેકિસન લાવવામાં આવશે. તેમની વેકિસન સિંગલ ડોઝ વેકિસન છે. કંપની દ્વારા ઈમર્જન્સી યુઝમાં વેકિસનને યુઝ કરવા મંજૂરી માદવામાં આવી છે. જો મોદી સરકાર દ્વારા આ જોનસન એન્ડ જોનસનની વેકિસનને મંજૂરી આપવામાં આવશે તો ભારતમાં આ ચોથી વેકિસન હશે જે લોકો લઈ શકશે.

હાલ ભારતમાં કોવેકિસન, કોવિશિલ્ડ અને રશીયાની સ્પૂતનિક વેકિસન ઉપલબ્ધ છે. ત્રણેય વેકિસન ડબલ ડોઝ વાળી વેકિસન છે. અત્યાર સુધીમાં ૪૯.૫૩ કરોડ લોકોને વેકિસન આપી દેવામાં આવી છે. પરંતુ જો જોનસન એન્ડ જોનસન વેકિસનને મંજૂરી મળે છે. તો આ દેશની પહેલી સિંગલ ડોઝ વાળી વેકિસન હશે.(

(3:10 pm IST)