Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડાપ્રધાન મોદીએ ફોન કરી મહિલા હોકી ટીમના પ્રદર્શનને બિરદાવ્યુઃ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી મહિલા ખેલાડીઓઃ દેશને તમારા ઉપર ગૌરવ છે

વડાપ્રધાન મોદી સાથે ફોન ઉપર વાત કરતાં મહિલા હોકી ટીમના ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ : મેડલ ન આવી શકયો, પરંતુ તમારો પરસેવો દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગયો છે

ભારતની મહિલા હોકી ટીમે બ્રિટન સાથે જબ્બર લડત આપી હોવા છતાં પરાજય થયો હતો : ટીમના ખેલાડીઓ મેદાન ઉપર જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા હોકી ટીમના ખેલાડીઓ સાથે ફોન ઉપર વાત કરતાં કહ્યું કે મેડલ ન આવી શકયો પણ તમારો પરસેવો દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગયો છે : પીએમ મોદીએ તેમને પ્રોત્સાહન કર્યા હતા અને તેમની લડવાની ભાવનાની ખૂબ જ પ્રશંસા કરી હતી : ફોન ઉપર વાત કરતાં કરતાં મહિલા હોકી ટીમના ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ હતી

(4:07 pm IST)