Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડએ ભારતના મુખ્‍ય શહેરોમાં ઇલેકટ્રીક વાહનોના ચાર્જીંગ નેટવર્ક માટે રાજ્‍ય સરકાર સંચાલિત કન્‍વર્ઝન્‍સ એનર્જી સર્વિસીઝ લિમીટેડ સાથે હાથ મિલાવ્‍યો

ઇલેકટ્રીક વાહનોને પ્રોત્‍સાહન આપવા કરારઃ પેટ્રોલ પંપોમાં ચાર્જીંગ પોઇન્‍ટ મુકાશે

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે ગ્રાહકો હવે ઈલેક્ટ્રીક કાર તરફ આકર્ષાયા છે. જો કે ઈલેક્ટ્રીક વાહનોને અપનાવવા પર સામાન્ય લોકોમાં થોડી દુવિધા છે. અનેક શહેરો એવા છે જ્યાં ઈલેક્ટ્રીક વાહનો માટે પર્યાપ્ત માત્રામાં ચાર્જિંગ સ્ટેશન ન હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યાં છે. જો કે ઈલેક્ટ્રીક વાહનોના માલિકોની ટેન્શન થશે દૂર. વાંચો આ અહેવાલમાં સંપૂર્ણ માહિતી.

Hindustan Petroleum Corporation Limited એ હવે ભારતના પ્રમુખ શહેરોમાં ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ નેટવર્ક માટે રાજ્ય દ્વારા સંચાલિત કન્વર્ઝન્સ એનર્જી સર્વિસિઝ લિમિટેડ સાથે હાથ મિલાવ્યો છે. બંનેએ આગામી 10 વર્ષ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમનો ઉદ્દેશ્ય એ છે કે EV ચાર્જિંગ સ્ટેશનને લગાવવા માટે HPCL રિટેલ આઉટલેટનો ઉપયોગ કરવાનો છે.

મુંબઈ, દિલ્લી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાત્તા અને પુણે સહિત દેશભરના પ્રમુખ શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. આ EV ચાર્જિંગ પોઈન્ટ્સમાં ફાસ્ટ ચાર્જરથી લઈ રેગ્યુલર સ્લો ચાર્જર સુધીના તમામ ચાર્જિંગ વિકલ્પ છે. આપને જણાવી દઈએ કે HPCLએ પોતાના રિટેલ આઉટલેટમાં સાર્વજનિક ઈલેક્ટ્રીક વાહન ચાર્જિંગ પોઈન્ટ્સને દેશવ્યાપી નેટવર્ક સ્થાપિત કરવા માટે સુચિ અનંત વીર્યા નામની એક એજન્સી સાથે કરાર કર્યો છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કન્વર્જન્સ એનર્જી સર્વિસિઝ લિમિટેડ-એફિશિએન્સી સર્વિસિઝ લિમિટેડની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપનીએ HPCL સાથે દેશભરમાં અનેક શહેરોમાં નક્કી કરેલા રિટેલ આઉટલેટ્સમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે એક સમજુતી પર કરાર કર્યો છે. HPCL ભારતની અગ્રણી તેલ કંપનીઓમાંથી એક છે, જેના દેશભરમાં 20,000થી વધુ રિટેલ આઉટલેટ છે. CESL એનર્જી એફિશિએન્સી સર્વિસિઝ લિમિટેડની 100 ટકા સ્વામિત્વવાળી સહાયક કંપની છે. આ એક નવી ઉર્જા કંપની છે જેનો લક્ષ્ય સ્વચ્છ, સસ્તી અને વિશ્વસ્નીય ઉર્જા આપવાનો છે.

CESLના MD અને CEO મહુઆ આચાર્યએ કહ્યું કે ટેક્નીકલ રૂપથી ઉન્નત અને શ્રેષ્ઠ રીતથી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ પહોંચ સાથે ઈલેક્ટ્રીક વાહનનો અપનાવવાની દિશામાં એક મહત્વનું કારણ છે. આ સમજુતી ભારતને પોતાના ઈ-મોબિલિટી મિશનને હાસિલ કરવા માટે અને પરિવહન ક્ષેત્રને સમગ્ર રૂપથી ડીકાર્બનાઈઝ કરવામાં મદદ કરવામાં અમારા પ્રયત્નનો એક ભાગ છે. HPCLની લાંબા સમયથી ચાલી રહેલી વિરાસત છે અને અનેક શહેરોમાં તેમની જબરદસ્ત ઉપસ્થિતિ છે. આ ઈલેક્ટ્રીક વાહન માટે એક ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને તેમના વ્યાપક રૂપથી અપનાવવાની હકીકતમાં બદલવાના લક્ષ્યમાં બહું મહત્વનો સાબિત થશે.

CSELની મદદથી લગાવવામાં આવેલા EV ચાર્જિંગ પોઈન્ટ્સને રાજ્ય દ્વારા સંચાલિત એજન્સીના એક એપની મદદથી સંચાલિત કરવામાં આવશે. CSEL ભારતમાં પ્રમુખ રાજમાર્ગો પર સ્પોટની ઓળખાણ કરવા માટે HPCL પાસેથી મદદ લેશે. જ્યાં પર્યાપ્ત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટોલ અને સ્થાપિત કરવામાં આવી શકે છે.

(5:04 pm IST)