Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે રાકેશ અસ્થાનાની નિમણુંક રદ કરો : સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન ( CPIL ) ની સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી : અસ્થાનાની નિમણુંક અનેક કારણોસર રદ થવા પાત્ર હોવાની રજુઆત

ન્યુદિલ્હી :  સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન ( CPIL ) એ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે અસ્થાનાની નિમણુંક અનેક કારણોસર રદ થવા પાત્ર છે.તેથી તે રદ થવી જોઈએ.

રાકેશ અસ્થાનાની નિવૃત્તિના ચાર દિવસ પહેલા જ તેમને  દિલ્હીના પોલીસ કમિશનર તરીકે  નિમણૂક કરવા ગૃહ મંત્રાલય દ્વારા પસાર કરાયેલા આદેશ સામે એનજીઓ, સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન દ્વારા એડવોકેટ પ્રશાંત ભૂષણ મારફત  અરજી દાખલ કરવામાં આવી છે.
જે મુજબ આ નિમણુંક અનેક કારણોસર રદ થવા પાત્ર છે.

પિટિશનમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પ્રકાશ સિંહ વિરુદ્ધ કેન્દ્ર સરકાર અંગે સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરાયું છે.કારણ કે અસ્થાનાની નિવૃતિને 6 મહિનાનો સમય બાકી નહોતો. તેમની નિમણૂક માટે કોઈ યુપીએસસી પેનલ બનાવવામાં આવી નહોતી.અને સુપ્રીમ કોર્ટનાચુકાદામાં દર્શાવ્યા મુજબ ઓછામાં ઓછા બે વર્ષના કાર્યકાળના માપદંડની અવગણના કરવામાં આવી હતી.અરજીમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી પ્રકાશ સિંહ માટે રાજ્યના ડીજીપીનું પદ અને અસ્થાના માટે દિલ્હીના પોલીસ કમિશ્નરનું પદ બંને સમાન છે.તેથી પ્રકાશસિંહના ચુકાદાનું ઉલ્લંઘન કરાયું છે.

અરજીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મે 2021 માં યોજાયેલી એક ઉચ્ચ-સ્તરીય કમિટીની મિટિંગમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સમાવિષ્ટ હતા. ત્યારે કેન્દ્ર સરકારે અસ્થાનાને સીબીઆઈ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.તે સમયે  દેશના ચીફ જસ્ટિસ એન.વી. રમણાએ દરખાસ્તને નકારી કાઢી હતી. જેના કારણમાં પ્રકાશસિંહનો ચુકાદો યાદ દેવડાવ્યો હતો જે મુજબ અસ્થાનાની નિવૃતિને છ મહિના કરતા ઓછો સમય બાકી હતો .તેવું બી. એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:50 pm IST)