Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોવિદ -19 સંજોગોમાં વિનામૂલ્યે ઓક્સિજન વિતરણ કરનારા સેવાભાવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે : જો તેઓને પેનલ્ટી લગાડવામાં આવે તો આગામી દિવસોમાં કોઈ નિસ્વાર્થ સેવા કરવા તૈયાર નહીં થાય : ડ્રગ કંટ્રોલરના નિર્ણયને દિલ્હી સરકારની મંજૂરી : લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી બાકી : દિલ્હી હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ રાહુલ મહેરાની રજુઆત

ન્યુદિલ્હી : વરિષ્ઠ એડવોકેટ રાહુલ મહેરાએ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે વિનામૂલ્યે ઓક્સિજન વિતરણ કરનારા સેવાભાવી વ્યક્તિઓ કે સંસ્થાઓ  વિરુદ્ધ કાર્યવાહી  કરવામાં નહીં આવે . જો તેઓને પેનલ્ટી લગાડવામાં આવે તો આગામી દિવસોમાં કોઈ નિસ્વાર્થ સેવા કરવા તૈયાર નહીં થાય . કોવિદ -19 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં તેઓનો કોઈ નાણાકીય સ્વાર્થ નહોતો. ડ્રગ કંટ્રોલરના આ નિર્ણયને  દિલ્હી સરકારે મંજૂરી આપી છે અને માત્ર લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરીની જરૂર છે.

દિલ્હી સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ રાહુલ મહેરાએ ન્યાયમૂર્તિ વિપિન સંઘી અને જસમીત સિંહની બેન્ચ સમક્ષ ઉપરોક્ત અહેવાલ રજૂ કર્યા બાદ રાજ્યના સેવાભાવીઓ સામેનો કેસ પાછો ખેંચવાનો ઇરાદો રજૂ હતો.ડિવિઝન બેન્ચે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિનામૂલ્યે ઓક્સિજન વિતરણ કરવા બદલ પિટિશન દાખલ કરાઈ હતી જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે ઓક્સિજન એ ડ્રગ છે તેથી તે ડ્રગ કંટ્રોલ એક્ટ 1950 હેઠળ આવે છે.જેના વિરુદ્ધમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)