Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અફઘાનિસ્તાનના નિમરોજ પ્રાંતના પાટનગર ઝરંજ પર તાલિબાનના લડાકુએ કબજો કર્યો

કેટલાક સરહદી વિસ્તારોમાં ચોકીઓથી લઈને એક મોટા ક્ષેત્રફળ પર તાલિબાનીઓએ કબજો જમાવી લીધો

નવી દિલ્હી : અફઘાનિસ્તાનના નિમરોજ પ્રાંતના પાટનગર ઝરંજ પર તાલિબાનના લડાકુનો કબજો સરકાર પર ભારે પડી શકે છે.

તાલિબાનના લડાકુઓએ અફઘાનિસ્તાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં દેશના પ્રથમ પાટનગર પર કબજો કરી લીધો છે.

અફઘાનિસ્તાન સરકારના અધિકારીઓએ બીબીસી સાથે વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.

સ્થાનિક સૂત્રોની વાત માનીએ તો શુક્રવાર બપોરે નિમરોજ પ્રાંતના પાટનગર ઝરંજ પર તાલિબાનના લડાકુનો કબજો સરકાર પર ભારે પડી શકે છે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી વિદેશી સેના પાછી ફરી રહી છે ત્યારથી તાલિબાન વધારે આક્રામક થયું છે.

તાલિબાનના લડાકુઓએ અફઘાનિસ્તાનના કેટલાક સરહદી વિસ્તારોમાં ચોકીઓથી લઈને એક મોટા ક્ષેત્રફળ પર પોતાનો કબજો જમાવી લીધો છે.

અત્યાર સુધી કોઈ પણ પ્રાંતના પાટનગર પર તાલિબાનનો કબજો નહોતો થયો, પરંતુ ગુરુવારે ઝરંજ પર તાલિબાનના લડાકુઓનો કબજો થઈ ગયો છે.

આ સાથે જ પશ્ચિમમાં હેરાત અને દક્ષિણમાં લશ્કરગાહમાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે.

ઈરાનની સરહદ પાસે આવેલું ઝરંજ એક મોટું વ્યાપારિક કેન્દ્ર છે. આસપાસના જિલ્લાઓ પર કબજો કર્યા પછી તાલિબાન લડાકુ સતત એ શહેર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બે સત્તાવાર સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે આ શહેર પર પૂર્ણ રીતે તાલિબાનનો કબજો છે. એક અન્ય સૂત્રે જણાવ્યું કે સિક્યૉરિટી ઑફિસના નેશનલ ડિરેક્ટરના કાર્યાલય પાસે સંઘર્ષ ચાલી રહ્યો છે.

(10:44 pm IST)