Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વિપક્ષનો વિરોધ ગૃહના ટીવીમાં દેખાય પરંતુ ગૃહની બહાર પ્રસારણ ના થાય: સરકાર કરે છે બ્લેકઆઉટ

વિપક્ષે સ્પીકરને આ અંગે ફરિયાદ કરી અને તેમણે ખાતરી આપી હતી કે તેમના વિરોધનો હિસ્સો દર્શાવાશે

નવી દિલ્હીઃ વિપક્ષના વિરોધને દબાવી દેવા માટે કેન્દ્ર સરકારે હવે નવી રમત શરૂ કરી છે. વિપક્ષ દ્વારા સંસદની કાર્યવાહીના જીવંત પ્રસારણ વખતે શાસક પક્ષ સામે પેગાસસ સામે અને કૃષિ કાયદાના વિરોધમાં કરવામાં આવતા પ્રદર્શનનું લોકો સમક્ષ જીવંત પ્રસારણ ન થાય તે માટે સરકાર તેને બ્લેકઆઉટ કરી રહી છે.

વિપક્ષનો આરોપ છે કે શાસક પક્ષ ગૃહની અંદરના વિઝ્યુઅલ્સને બ્લેકઆઉટ કરી હ્યો છે અને આ માટે લોકસભા ટીવીની સાથે ટ્રિક અજમાવી રહ્યો છે. પહેલી વખત ગુરુવારે સંસદના ચોમાસુ સત્રમાં બે મોટા સ્ક્રીન લોકસભાની અંદર રાખવામાં આવ્યા હતા તેમા વિપક્ષના સભ્યો પ્લે કાર્ડ ફરકાવતા ગૃહના વેલમાં ધસી ગયા હોવાનું દર્શાવાયું હતું.

વિપક્ષના સભ્યોનો આ આનંદ ક્ષણજીવી નીવડયો હતો જ્યારે તેમણે જોયું કે તેમના વિરોધના વિઝ્યુઅલ્સ ઇન્ટરનેટ સ્ક્રીન પર બતાવાયા હતા પરંતુ લોકસભા ટીવી પર લોકોને દર્શાવાયા ન હતા. અમારા પ્લેકાર્ડ અને સૂત્રોને સ્ક્રીન પર ગૃહની અંદર બતાવાયા હતા. અમને પછી જાણવા મળ્યું હતુ કે તેના વિઝ્યુઅલ્સ બહાર બતાવાયા નથી, જેથી લોકો લોકસભા ટીવી પર તે જોઈ શકે, એમ કોંગ્રેસના સાંસદ સુરેશ કોડિકુન્નિલે જણાવ્યું હતું. ગૃહ વિખેરી નાખવામાંઆવ્યા પછી વિપક્ષે સ્પીકરને આ અંગે ફરિયાદ કરી હતી અને તેમણે ખાતરી આપી હતી કે તેમના વિરોધનો હિસ્સો દર્શાવાશે, એમ સુરેશે જણાવ્યું હતું.

(12:32 am IST)