Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચને વિવિધ રાજકીય પક્ષો અને હિસ્સેદારો પાસેથી 290 સૂચનો મળ્યા

રાજકીય પક્ષોએ કહ્યું- રાજ્યનો ખાસ દરજ્જો પ્રસ્થાપિત કરવાની અમારી માંગ પર હજી પણ અડગ :રાજ્યમાં લોકશાહી પ્રક્રિયાની પુર્નસ્થાપના થાય તે માટે પણ આતુર

રીનગરઃ કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૦માં સ્થાપેલી જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચને વિવિધ રાજકીય પક્ષો અને હિસ્સેદારો પાસેથી 290 સૂચનો મળ્યા છે. રાજ્યમાં ચૂંટણી મતવિસ્તારોની સીમારેખા નવેસરથી આંકવા માટે આ પંચ રચવામાં આવ્યું છે.

તેમા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવતી ૨૪ બેઠકો અનફ્રીઝ કરવાની, રાજ્યનો દરજ્જો ફરીથી મળે ત્યાં સુધી તેવું સીમાંકન મોકૂફ રાખવાની અને દરેક વિસ્તારને તેનો અધિકાર મળે તે જોવાની છે. પંચ ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર ખાતે બધા મહત્ત્વના રાજકીય પક્ષોને મળ્યું હતું. ફક્ત પીડીપીએ જ આ પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. જો કે સીમાંકન પંચને સૂચનો આપના રાજકીય પક્ષોએ જણાવ્યું હતું કે અમે રાજ્યનો ખાસ દરજ્જો પ્રસ્થાપિત કરવાની અમારી માંગ પર હજી પણ અડગ છીએ, પરંતુ તેની સાથે-સાથે રાજ્યમાં લોકશાહી પ્રક્રિયાની પુર્નસ્થાપના થાય તે માટે પણ આતુર છીએ અને તેથી જ અમે આ પ્રક્રિયાની દિશામાં આગળ વધતાં કોઈપણ પ્રકારના પગલાંને સમર્થન આપીશું.

આ પેનલના વડા તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે, આ સિવાયના સભ્યોમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્ર અને જે એન્ડ કે ચૂંટણી કમિશ્નર કે કે શર્મા છે. આ પંચ પહેલા તો તેમની સમક્ષની રજૂઆતોનો તલસ્પર્શી અભ્યાસ કરશે અને પછી એસોસિયેટ સભ્યો સાથે બેઠક યોજશે.

(12:38 am IST)