Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રક્રિયા રોકાઈ ! : 25 જિલ્લા પરિષદ અને 284 પંચાયત સમિતિઓનાં ઈલેકસન રોકી દેવા રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત

જિલ્લા પરિષદના સભ્યોની સંખ્યામાં ફેરફારને કારણે નિર્ણય લેવાયો : આ કામને અમલમાં લાવવામાં સમય લાગશે તેવું અધિકારીઓનું કહેવું

મુંબઈ તા.05 : શિંદે સરકારે જિલ્લા પરિષદોમાં ઓછામાં ઓછા 50 અને વધુમાં વધુ 75 સભ્યો રાખવા માટે કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ચૂંટણી પંચે રાજ્યની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જેને કારણે મહારાષ્ટ્રની 25 જિલ્લા પરિષદ અને 284 પંચાયત સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા હાલ માટે રોકી દેવા રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે.

આ કામને અમલમાં લાવવામાં સમય લાગશે તેવું કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે એક પરિપત્ર જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. શિંદે સરકારે જિલ્લા પરિષદોમાં ઓછામાં ઓછા 50 અને વધુમાં વધુ 75 સભ્યો રાખવા માટે કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.

આ પછી ચૂંટણી પંચે રાજ્યની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ઓબીસી અનામતને લઈને સ્થિતિ સ્પષ્ટ થયા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે અનામતના નિયમો હેઠળ યોજાવાની પાત્રતા ધરાવતી તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી વહેલી યોજવામાં આવે. આ પછી સરકારે ચૂંટણી મોકૂફ રાખવાની કોર્ટમાં કરેલી માંગને કોર્ટે ફગાવી દીધી હતી. એટલું જ નહીં, આદેશના અમલમાં વિલંબ પર કોર્ટે કહ્યું હતું કે તે રાજ્ય ચૂંટણી પંચ સામે અવમાનના પગલાં લેશે.


આ પછી રાજ્ય સરકારે ફરીથી કાયદામાં સુધારો કરીને સભ્યોની સંખ્યામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ચૂંટણી પંચે આ ચૂંટણીઓ મુલતવી રાખતા કહ્યું કે તમામ પ્રક્રિયાઓ નવી રીતે પૂર્ણ કરવી પડશે. ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાનો આ નિર્ણય મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અધિનિયમ, 1961માં કરવામાં આવેલા સુધારાની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 4 ઓગસ્ટ 2022ના રોજ ફેરફાર કરવા માટે આ વટહુકમ લાવ્યો હતો.

ચૂંટણી પંચે પોતાના નિર્ણય દ્વારા રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, જલગાંવ, અહેમદનગર, પુણે, સતારા, સાંગલી, સોલાપુર, કોલ્હાપુર, ઔરંગાબાદ, જાલના, પરભણી, હિંગોલી, બીડ, નાંદેડ, ઉસ્માનાબાદ, લાતુર, અમરાવતી, બુલઢાણા યવતમાલ, વર્ધા, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના નિર્ણય વિશે જાણ કરવામાં આવી છે.

(12:18 am IST)