Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

થર્ડ પાર્ટી ઇન્‍સ્‍યોરન્‍સ વગર વાહન ચલાવતા લોકો સાવધાનઃ ચૂકવવો પડશે ભારે દંડ

નવી દિલ્‍હી,તા. ૬ : આજે દેશમાં વાહનોની સંખ્‍યામાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે બીજી તરફ અકસ્‍માતોની સંખ્‍યા પણ વધી રહી છે ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે વાહન ગમે તે હોય પાર્ટી વીમો લેવો ફરજિયાત છે અને તેમ ન કરવું એ મોટર વ્‍હીકલ એક્‍ટ હેઠળ સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે.

વાહનનું થર્ડ પાર્ટી ઈન્‍સ્‍યોરન્‍સ કવર અથવા જવાબદારી કવર એ એક એવી સુવિધા છે જે વાહન માલિકને કોઈપણ કાનૂની અને આકસ્‍મિક જવાબદારી, નાણાકીય નુકસાન અથવા મિલકતને નુકસાન, અકસ્‍માત વગેરેના કિસ્‍સામાં થયેલા નાણાકીય ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે.

થર્ડ પાર્ટી વીમામાં થર્ડ પાર્ટીનો લાભ મળે છે જેમને તમારા વાહન સાથે અકસ્‍માત થયો હોય, આમાં તમને તમારા વાહનની ચોરી થવા પર કોઈ કવર મળતું નથી. જો કોઈ વ્‍યક્‍તિ થર્ડ-પાર્ટી કાર ઈન્‍સ્‍યોરન્‍સ પોલિસી વગર ડ્રાઈવિંગ કરતી પકડાઈ જાય, તો તેણે અપડેટેડ મોટર વ્‍હીકલ એક્‍ટ ૨૦૧૯ હેઠળ પ્રથમ વખત રૂ. ૨૦૦૦નું ચલણ જયારે આ ભૂલનું પુનરાવર્તન કરવા પર રૂ. ૪૦૦૦નું ભારે ચલણ ચૂકવવું પડશે.

થર્ડ પાર્ટી ઈન્‍સ્‍યોરન્‍સનો ક્‍લેમ કરવા માંગો છો તો તેના માટે કેટલાક દસ્‍તાવેજો પણ જરૂરી છે, જેમાં વાહન માલિક દ્વારા હસ્‍તાક્ષર કરેલું ક્‍લેમ ફોર્મ, વાહનના રજીસ્‍ટ્રેશન દસ્‍તાવેજો, એફઆઈઆર અને પોલિસીની નકલ, આરસીની નકલ અને ડ્રાઈવિંગ લાયસન્‍સની નકલનો સમાવેશ થાય છે. વીમાનો દાવો કરતા પહેલા, આ દસ્‍તાવેજો તમારી સાથે રાખો જેથી તમને દાવો મેળવવામાં વિલંબ ન થાય.

(10:59 am IST)