Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાબુલની મસ્‍જિદમાં ૨ ઘાતક બોમ્‍બ બ્‍લાસ્‍ટ : ૮ લોકોના મોત

હજારા અને શિયા કોમને બનાવાઇ નિશાન

કાબુલ તા. ૬ : અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલમાં એક મોટો બ્‍લાસ્‍ટ થયો છે. આ વિસ્‍ફોટ અહીંની હજારા મસ્‍જિદમાં થયો બ્‍લાસ્‍ટમાં ૮ લોકોના મોત થયા છે. વિસ્‍ફોટમાં ટાર્ગેટ મહિલાઓને બનાવવામાં આવી છે. ત્‍યારે ઘટનામાં પીડિતોમાં પણ વધુ પડતી મહિલાઓ અને બાળકો છે.

મળતી માહિતી અનુસાર, કાબુલના પશ્ચિમ વિસ્‍તારમાં ૨ બ્‍લાસ્‍ટ થયા છે. જેમાં હજારા અને શિયા લોકોને નિશાન બનાવવામાં આવ્‍યા છે. જેમાં એક વિસ્‍ફોટ ઇમામ મોહમ્‍મદ બાકેર પર થયો છે, જે કાબુલના સર-એ-કરીઝ વિસ્‍તારમાં આવેલ જનાના મસ્‍જિદ છે. પોલીસે માહિતી આપી છે કે વિસ્‍ફોટમાં ઓછામાં ઓછા ૮ લોકોના મોત થયા છે.

(5:40 pm IST)