Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

પાકિસ્‍તાનના સિંધમાં ભારે વરસાદ પછી મળી આવ્‍યુ ભગવાન બુધ્‍ધનું આભુષણ

મોહેંજોદરોની પુરાતત્‍વીય સાઇટ પરથી મળ્‍યુ આભુષણ

ઈસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં હાલમાં થયેલ ભારે વરસાદ પછી મોહેંજો દરોના પુરાતત્‍વીય વિસ્‍તાર નજીકથી ભગવાન બુધ્‍ધનું એક આભુષણ મળી આવ્‍યુ છે. ડોન અખબારના સમાચાર અનુસાર, દક્ષિણ વિસ્‍તારના દિક્ષીતમાં ત્રણ ઓગષ્‍ટે ભારે વરસાદ પછી પુરાતત્‍વીય મહત્‍વ ધરાવતુ આ આભુષણ મળ્‍યુ હતું.

ધાંધ ગામના રહીશ પ્રાઇવેટ ટૂર ગાઇડ ઇરશાદ અહમદ ઓલાંગીએ જણાવ્‍યું કે હાલના ભારે વરસાદ પછી પુરાતત્‍વીય વિસ્‍તારના નજીક પડેલ ખાડામાં તેને આ વસ્‍તુ મળી હતી. તેણે તાત્‍કાલીક સાઇટ અધિકારી અને સંરક્ષણ નવીદ સાંગાને જાણ કરી હતી.

(11:28 am IST)