Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાશ્‍મીરના મુસ્‍તફા જમીલે બનાવ્‍યુ ૫૦૦ મીટર લાંબુ કુરઆન

લિંકન બુક ઓફ રેકોર્ડ આને નવો વર્લ્‍ડ રેકોર્ડ ગણાવ્‍યો

જમ્‍મુ, તા.૬: કાશ્‍મીરના બાંદીપોરા જીલ્લાના ગુરેજમાં રહેનાર ૨૭ વર્ષના મુસ્‍તફા જમીલે ૫૦૦ મીટરના () પેપર પર સુલેખન (કેલીગ્રાફ) દ્વારા કુરાન લખી છે જેને હવે લિંકન બુક ઓફ રેકોર્ડ એક નવો વર્લ્‍ડ રેકોર્ડ જાહેર કર્યો છે. મુસ્‍તફા હવે તેને ગીનીઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સામેલ કરવાના પ્રયાસોમાં લાગી ગયો છે. મુસ્‍તફાને આ કુરાન લખવામાં સાત મહિના લાગ્‍યા હતા.

મુસ્‍તફાનો દાવો છે કે તેની આ સિધ્‍ધીને લિંકન બુક ઓફ રેકોર્ડસમાં નોંધવામાં આવી છે. લિંકન બુક ઓફ રેકોર્ડસે પોતાની ઓફીશ્‍યલ વેબસાઇટ પર તેનો ઉલ્લેખ કર્યો છે. કુરાન જેના પર લખવામાં આવી છે તે કાગળની પહોળાઇ ૧૪.૫ ઇંચ અને લંબાઇ ૫૦૦ મીટર છે.

મુસ્‍તફાએ જણાવ્‍યુ કે મેટ્રીક પાસ ના થયા પછી તેણે સુલેખનું કામ શરૂ કર્યુ હતુ કેમ કે ગણિતમાં તે નબળો હતો અને કાયમ સગાઓ અને ગામવાસીઓના મેણા સાંભળતો હતો. જેણે તેને કંઇક અનોખુ કરવાની પ્રેરણા આપી.

તેણે કહ્યું કે ગયા વર્ષે મેં પાક કુરાનની કિતાબત કરવાનો નિર્ણય કર્યો. તેના માટેનો ખાસ કાગળ શોધવામાં મને બે મહિના લાગ્‍યા. આ કાગળ મેં દિલ્‍હીની એક ફેકટરીમાંથી મંગાવ્‍યો હતો. કિતાબત માટે મારે એક ખાસ શાહીની પણ જરૂર હતી. મેં આ વર્ષે જૂનમાં પાક કુરાનની કિતાબત પૂરી કરી છે. મેં આખા રોલને લેમીનેટ કરાવ્‍યો છે. આ કામમાં મને કુલ અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ કુરાનનું વજન લગભગ ૨૧ કીલો છે. ખુદાની મહેરબાનીથી હું આ કામ કરી શકયો છું.

(11:30 am IST)