Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

3000 મીટર સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો : ભારતને પહેલી વખત મળ્યું મેડલ

છેલ્લી 6 કોમનવેલ્થ ગેમ્સથી કેન્યાના એથ્લેટ્સ જ જીતી રહ્યા હતા 3000 મીટર સ્ટીપલચેસમાં મેડલ, સાબલે રેકોર્ડ તોડ્યો

નવી દિલ્લી તા.06: કોમનવેલ્થ ગેમ્સમાં હવે ખરેખરો ભારતનો ડંકો વાગી રહ્યો છે. ગેમ્સના નવમા દિવસની શરુઆત ભારતને બે મેડલથી થઈ ચૂકી છે. પહેલા પ્રિયંકા ગોસ્વામી અને પછી અવિનાશ સાબલેએ સિલ્વર મેડલ મળ્યો છે. તેમજ ભારતીય દોડવીર અવિનાશ સાબલે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. સાબલે ભારતને પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સમાં સ્ટીપલચેસમાં મેડલ અપાવ્યો છે.

સાબલે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સેબલે શનિવારે રમાયેલી ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો. અવિનાશ સાબલેની આ જીત ઘણી મોટી છે. હકીકતમાં છેલ્લી 6 કોમનવેલ્થ ગેમ્સથી 3000 મીટર સ્ટીપલચેસમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માત્ર કેન્યાના એથ્લેટ્સ જીતી રહ્યા હતા. પરંતુ સાબલે આ રેકોર્ડનો તોડ્યો છે. અવિનાશ સાબલે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને પોતાનો વ્યક્તિગત રેકોર્ડ, રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. સાબલે ગોલ્ડ મેડલની ખૂબ નજીક હતો અને તે કેન્યાના ઈબ્રાહિમ કિબિવોટથી એક ઈંચ પાછળ પડી ગયો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે એથલીટમાં 4 મેડલ જીત્યા છે. સાબલે પહેલા તેજસ્વિન શંકરે હાઈ જમ્પમાં બ્રોન્ઝ જીત્યો હતો. મુરલી શ્રીશંકરે લોન્ગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રિયંકા ગોસ્વામીએ 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રના બીડના રહેવાસી સાબલે 12મું પાસ કર્યા બાદ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. તેઓ 2013-14 સુધી સિયાચીન ગ્લેશિયરમાં તહેનાત હતા. આ પછી તેને નોર્થ-વેસ્ટ રાજસ્થાન અને સિક્કિમમાં પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

એથ્લેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ ચોથું મેડલ છે. પ્રિયંકા પહેલા, તેજસ્વિન શંકર (હાઈ જમ્પમાં બ્રોન્ઝ) અને એમ શ્રીશંકર (લોન્ગ જમ્પમાં સિલવર) એ કોમનવેલ્થ ગેમ્સમાં 2022 એથ્લેટિક્સમાં મેડલ જીત્યા હતા. આ સિવાય ભારતીય એથ્લેટ પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 10 હજાર મીટર રેસ વોકમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેડલ ટેલીમાં ભારત હાલમાં પાંચમા સ્થાને છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 27 મેડલ જીત્યા છે, જેમાં 9 ગોલ્ડ, 10 સિલ્વર અને 9 બ્રોન્ઝ છે. વેઈટલિફ્ટિંગમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. ભારતે વેઈટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત 10 મેડલ મેળવ્યા છે.

(7:48 pm IST)