Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને નવા કાર્યભાર માટે શુભકામનાઓ પાઠવી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યોજાયેલી આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રીય સમિતિની બેઠકમાં પણ રાજ્યપાલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

(10:52 pm IST)