Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ ૨૪ ઓકટોબરે યોજાશે

મુંબઇ,તા. ૬ : જો આપણે બોમ્‍બે સ્‍ટોક માર્કેટ (બીએસઇ) ના સ્‍ટોક માર્કેટ હોલિડે લિસ્‍ટ પર નજર કરીએ, તો વર્ષ ૨૦૨૨માં, શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ સિવાય, કુલ ૧૩ રજાઓ નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત ૨૬ જાન્‍યુઆરીએ શેરબજારમાં પહેલી રજા હતી.

ઓક્‍ટોબર મહિનામાં જે ત્રણ દિવસમાં કામકાજ બંધ રહેશે તેમાં દશેરાની પહેલી રજા ૫ાંચમી ઓક્‍ટોબરે હતી. આ પછી ૨૪ ઓક્‍ટોબરે લક્ષ્મીપૂજનના નિમિત્તે ભારતીય શેરબજારમાં કામકાજ બંધ રહેશે. શેરબજારમાં મહિનાની ત્રીજી અને છેલ્લી રજા દિવાળી નિમિત્તે ૨૬ ઓક્‍ટોબરે રહેશે. દિવાળીના તહેવારમાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની વર્ષોની પરંપરા છે. આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ ૨૪ ઓક્‍ટોબર ૨૦૨૨ એટલે કે દિવાળી લક્ષ્મી પૂજન પર થશે. આ વર્ષે શેરબજારમાં સૌથી મોટી રજા એપ્રિલ મહિનામાં ચાર દિવસની હતી, જયારે ઓક્‍ટોબરમાં ત્રણ દિવસની રજા છે. અગાઉ સપ્‍ટેમ્‍બરમાં પણ ત્રણ દિવસની રજા હતી.

(11:43 am IST)