Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમેરિકામાં અપહ્યત ચારેય ભારતીયોની હત્‍યાઃ મૃતદેહો મળ્‍યા

મળતકોમાં ૮ મહિનાની બાળકી પણ સામેલઃ ગયા સોમવારે આ પરિવારનું અપહરણ થયું હતું

નવી દિલ્‍હી, તા.૬: અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયેલા પંજાબના પરિવારના ચાર સભ્‍યોના મળતદેહ મળી આવ્‍યા છે. તેમાંથી આઠ મહિનાની બાળકી પણ છે. મર્સિડ કાઉન્‍ટી શેરિફ વર્ન વોર્નેકે કહ્યું કે તે ‘ખૂબ જ ભયાનક અને ડરામણી' છે. તેમણે કહ્યું કે પીડિતોના મળતદેહ તે જ વિસ્‍તારમાંથી મળી આવ્‍યા હતા.

અમેરિકી અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ૩ ઓક્‍ટોબરના રોજ સાઉથ હાઈવે ૫૯ના ૮૦૦ બ્‍લોકમાંથી ચાર લોકોનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્‍યું હતું. અધિકારીઓએ કોઈ શંકાસ્‍પદનું નામ આપ્‍યું નથી. મળતી માહિતી મુજબ પીડિત પરિવારનો અમેરિકામાં પોતાનો ટ્રાન્‍સપોર્ટ બિઝનેસ છે. આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે.

આ પહેલા કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં ૪૮ વર્ષના એક વ્‍યક્‍તિની અટકાયત કરી હતી. આ વ્‍યક્‍તિએ આત્‍મહત્‍યાનો પ્રયાસ પણ કર્યો હતો અને હવે તેની હાલત નાજુક છે. અધિકારીઓએ કહ્યું હતું કે અપહરણ કરાયેલા લોકો હજુ પણ ગુમ છે.

એક અહેવાલ અનુસાર, જાસૂસીઓને મંગળવારે સવારે માહિતી મળી હતી કે પીડિતાના બેંક કાર્ડનો ઉપયોગ એટવોટર, મર્સિડ કાઉન્‍ટીના એટીએમમાં કરવામાં આવ્‍યો હતો. અગાઉ સોમવારે, કેલિફોર્નિયાના ફાયર અધિકારીઓએ મર્સિડની બહારના ગ્રામીણ વિસ્‍તારમાં અમનદીપ સિંહની ટ્રકને આગમાં બહાર કાઢી હતી. અધિકારીઓએ કહ્યું કે એવા પુરાવા છે કે અપહરણકર્તાઓએ આગ લગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જે પરિવારનું અપહરણ કરવામાં આવ્‍યું છે તે પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે. બદમાશો દ્વારા અપહરણ કરાયેલા લોકોમાં ૩૬ વર્ષીય જસદીપ સિંહ, તેની પત્‍નિ જસલીન કૌર (૨૭), તેમની આઠ મહિનાની પુત્રી આરુહી ધેરી અને ૩૯ વર્ષીય વ્‍યક્‍તિ અમનદીપ સિંહનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં ભારતીય મૂળના ટેકનિશિયન તુષાર અત્રે તેની ગર્લફ્રેન્‍ડની કારમાં મળત હાલતમાં મળી આવ્‍યા હતા. અમેરિકામાં ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક દ્વારા કેલિફોર્નિયામાં તેના ઘરેથી તેનું અપહરણ કરવામાં આવ્‍યું હતું. અપહરણના થોડા કલાકોમાં જ તેનો મળતદેહ મળી આવ્‍યો હતો.

(11:36 am IST)